• Gujarati News
  • National
  • Bhuj News More Than A Thousand Elementary Teachers Will Be Kicked Off Tomorrow In Kutch 062542

કચ્છમાં કાલે અેક હજારથી વધુ પ્રાથમિક શિક્ષકો ધરણા કરશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિક્ષકોની વિવિધ માગોને લઇને અખિલ ભારતીય તેમજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તા. 23થી 30 નવેમ્બર દરમિયાન અલગ અલગ જિલ્લાઅોમાં પ્રતિકધરણા કરવા હાકલ કરાઇ છે જેને પગલે કચ્છમાં માંડવી સિવાયના તાલુકા મથકોઅે તા. 30/11ના અેક ધરણા યોજાશે જેમાં અેક હજાર કરતાં વધુ શિક્ષકો જોડાશે.

માંડવી તાલુકામાં 26 નવેમ્બરે ધરણા યોજાયા બાદ શનિવારે બાકી રહેતા નવ તાલુકા મથકોઅે તાલુકા પંચાયત કચેરી સામે બપોરે 12થી સાંજના 5 વાગ્યા સુધી ધરણા યોજાશે ત્યાર બાદ સંબંધિત તાલુકા શિક્ષક સમાજ દ્વારા મામલતદારને અાવેદનપત્ર અાપવામાં અાવશે તેમ રાજ્ય સંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજા, જિલ્લા સંઘના ખજાનચી ધર્મેન્દ્રસિંહ જાડેજા, શોભનાબેન વ્યાસ, મમતાબેન ભટ્ટની યાદીમાં જણાવાયું હતું.જૂની પેન્શન યોજના ચાલુ કરવી, સાતમા પગાર પંચની સંપૂર્ણ અમલવારી, ફિક્સ પગારની યોજના દૂર કરવી, સીસીસી પરીક્ષાની મુદ્દત વધારવી, પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણમાં 4200 ગ્રેડ પે અાપવા સહિતના પડતર પ્રશ્નોની શિક્ષકોની માગ છે તેમ કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ રામસંગજી જાડેજા, મહામંત્રી ભૂપેશ ગોસ્વામી, કાર્યાધ્યક્ષ હરદેવસિંહ જાડેજા, ઉપપ્રમુખ ધિરજ ઠક્કરની યાદીમાં જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...