તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંજારમાં પૂર્વ C.R.C. દ્વારા લાખોની ઉચાપત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ : અંજારમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય છે, જેમાં સી.અાર.સી. કો. અોર્ડિનેટર તરીકે કિશોરનાથ ખીમાણી હતો. જેણે તેના કાર્યકાર દરમિયાન લાખો રૂપિયાની ઉચાપત કરી હતી. જેનો અહેવાલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઅે સર્વ શિક્ષા અભિયાનના જિલ્લા પ્રોજેકટ કો. અોર્ડિનેટરને કર્યો હતો, પરંતુ કોઈ કાર્યવાહી થઈ ન હતી. અેવું અાર.ટી.અાઈ. અેક્ટિવિસ્ટે જણાવ્યું હતું.

અેક જ વસ્તુની ખરીદીના બે અલગ અલગ 98 હજારના બિલ બનાવાયા
2015ની 7મી મેના 98000 અને 2016ની 15મી અેપ્રિલના 98090 રૂપિયાના અેક સરખી વસ્તુઅોના 2 બીલ મળી અાવ્યા હતા. જોકે, બાલમિત્રોઅે નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમને યુનિફોર્મ, બુટ ચંપલ, મોજા, સ્કૂલબેગ અપાયા જ નથી.

4 ટેબલફેન ખરીદ્યા અને બતાવ્યા 10
ડેડસ્ટોક રજિસ્ટરમાં 10 ન|ગ ટેબલ ફેન નોંધાયેલા છે પણ માત્ર 4 ટેબલ ફેન જોવા મળ્યા હતા. 99000નું ભુજની પી. અેન્ટરપ્રાઈઝનું તારીખ વગરનું કાચુ વેટ નંબર વગરનું બિલ પણ મળી અાવ્યું હતું, જેમાં પણ મોટાપાયે ગેરરીતિ બતાવાઈ હતી.

3 વર્ષ સુધી દર માસે 4500નું ઈલેક્ટ્રીક બિલ અાપ્યું
શૈક્ષણિક વર્ષ 2014/15થી 2016/17 સુધીના 3 વર્ષ દરમિયાન દર માસે 2500થી 4500 રૂપિયાનો ઈલેક્ટ્રીક સરસામાનનો ખર્ચ ઉધારવામાં અાવ્યો હતો. દર માસે નાણા લેનારની પહોંચ પણ મળી અાવી હતી, પરંતુ શેનું રિપેરિંગ કરાયું છે, કયો સામાન ખરીદાયો છે, કઈ દુકાનેથી ખરીદાયો છે તેની વિગત બિલ અને અસલ વાઉચરમાં મળી ન હતી.

1.26 લાખના ગાદલા ખરીદી
વર્ષ 2015થી 17 સુધી ગાદલા ખરીદી અને રિપેરિંગના 1,26,360 રૂપિયાના 5 વાઉચર મળી અાવ્યા હતા, પરંતુ ખરીદી રિપેરિંગ મુજબનો સામાનની ખરીદી થઈ જ ન હતી. જેની પહોંચ પણ પત્નીના નામની મળી અાવી હતી.

વોર્ડનનો દર માસે 2 હજારના ખર્ચ ક્યા કર્યું તેની વિગતો નથી
વોર્ડન દ્વારા દર માસે 2 હજારનો ખર્ચ થયો છે, પરંતુ શેમાં થયો છે અેની વિગતો બતાવાઈ નથી. અેડવાન્સ અને વોકેશનલ ખર્ચ બાબતે પણ અેવું જ જણાયું હતું.

બાલિકાઅોના નામે 19 હજાર દુધનો ખર્ચ
દર માસે બાલિકાઅો માટે દુધ માટે 17 હજારથી 19 હજાર ખર્ચ થયો છે, પરંતુ દરરોજ પ્રત્યેક બાલિકાને કેટલી માત્રામાં દુધ અપાયું, તેનું વેપારીનું બિલ પણ ન હતું. સામાન્ય રીતે દર 3 માસે વેપારીઅો પાસેથી નવેસરથી ભાવ મંગાવવાના હોય છે.

અન્ય સમાચારો પણ છે...