તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નલિયામાં પારો 4 અાંક ચડતાં રાહત, 8.6 ડિગ્રી સાથે મોખરે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
બે દિવસ પહેલાં 3.3 ડિગ્રી સાથે થરથર કાંપેલા નલિયામાં નીચા તાપમાનનો પારો ઉંચકાઇને 8.6 ડિગ્રી રહેતાં ઠંડીમાં રાહત અનુભવાઇ હતી. ભુજ અને કંડલા (અે)માં પણ ન્યૂનતમ ઉષ્ણતામાન ઉંચકાવાથી ઠારની ધાર થોડી નબળી પડી હતી.

છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં મોખરે રહેતા નલિયાઅે સ્થાન જાળવી રાખ્યું હતું અને મધરાત્રે 8.6 ડિગ્રી જેટલા તાપમાને શિયાળાઅે સકંજો કસ્યો હતો. જો કે, મહત્તમ 28.6 ડિગ્રી જેટલું રહેવાથી બપોરે ટાઢ જાણે ગાયબ થઇ હોય તેમ હુંફાળું હવામાન અનુભવાયું હતું. રાજ્યમાં સતત ત્રીજા ક્રમે રહેલા ભુજમાં પણ નીચું તાપમાન 3 ડિગ્રી જેટલું ઉંચકાઇને 11.4 રહેતાં ટાઢમાં રાહત અનુભવાઇ હતી. ઉંચા ઉષ્ણતામાનનો અાંક 27.8 ડિગ્રી રહ્યો હતો. કંડલા અેરપોર્ટ ખાતે 3.4 ડિગ્રી જેટલો ઉંચકાયેલો ન્યૂનતમ તાપમાન

...અનુસંધાન પાનાનં.2

નો પારો 11.7 ડિગ્રી પર સ્થિર રહેતાં ગાંધીધામ, ગળપાદર અને અાદિપુર સહિતના વિસ્તારોમાં ઠંડીનો ડંખ ઘટ્યો હતો. કંડલા પોર્ટ ખાતે 13.6 અને 25.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અામ નલિયા સિવાયના વિસ્તારોમાં લોકોઅે ઠંડીમાં રાહત અનુભવી હતી. દિવસ દરમિયાન હવામાન સૂર્ય પ્રકાશિત રહેતાં તડકો પણ મીઠો લાગ્યો હતો.

ઉત્તરાયણ બાદ ફરી ઠંડી વધવાની સંભાવના
ઉત્તરાયણ સુધી ન્યૂનતમ તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી જેટલો ઉંચકાશે તેવી શક્યા અમદાવાદ વેધશાળાની વેબસાઇટ પર દર્શાવાઇ હતી. ત્યારબાદ તા. 15થી રાજ્યની સાથે કચ્છમાં પણ નીચા તાપમાનનો પારો ફરી નીચે સરકવાની સાથે ઠંડીનું જોર વધે તેવી સંભાવના વ્યક્ત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો