• Gujarati News
  • National
  • Bhuj News Medical Stores In Kutch Have An Ample Amount Of Medicine Do Not Store It 061150

કચ્છના મેડિકલ સ્ટોરમાં દવાનો પૂરતો જથ્થો છે, સંગ્રહ ન કરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશભરમાં લોક ડાઉન જાહેર કરાતાં જ કચ્છમાં પણ લોકોએ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવા દર્દની દવા લેવા માટે ધસારો કર્યો હતો જેને કારણે કેટલીક દવા તળિયા ઝાટક થઇ હતી પણ શનિવારે જીવન જરૂરિયાતની તમામ દવાનો મોટો જથ્થો ભુજમાં આવી પહોંચતા હવે લોકોને આ બાબતે ભયભીત થઇને સંગ્રહ ન કરવા અનુરોધ કરાયો છે.

કચ્છ કેમિસ્ટ કાઉન્સિલ દ્વારા ગોઠવાયેલી વ્યવસ્થાના ભાગ રૂપે જથ્થાબંધ વિક્રેતાઓ માટે દવાના 450 જેટલા કાર્ટૂન ઉતારવામા આવ્યા હતા અને મેડિકલ સ્ટોર્સમાં પણ ઓર્ડર મુજબ દવાનો સપ્લાય કરાયો હતો. કાઉન્સિલના મંત્રી કિરીટ પલણ અને ભૌમિક વચ્છરાજાનીના જણાવ્યા મુજબ હાલે કચ્છમાં તમામ દવાનો પૂરતો જથ્થો છે અને આગામી સમયમાં જળવાઇ રહેશે. મેડિકલ સ્ટોર્સ પણ ખુલ્લા રાખવાની મંજૂરી અપાઇ છે ત્યારે લોકો ચિંતિત બનીને દવાનો સંગ્રહ ન કરે તેવો અનુરોધ કચ્છ કેમિસ્ટ કાઉન્સિલ દ્વારા
કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...