તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News Mandvi From The 65 Giants Group Of Gujarat Dominated With 22 Awards 061620

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતના 65 જાયન્ટ્સ ગ્રુપમાંથી માંડવીનો 22 અેવોર્ડ સાથે દબદબો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશના કુલ 65 ગ્રુપમાં સાૈથી વધારે 22 અેવોર્ડ મેળવીને જાયન્ટ્સ ગ્રુપ અોફ માંડવીઅે રાજ્યમાં કચ્છનું ગાૈરવ વધાર્યું હતું.

સરદાર પટેલ મેમોરિયલ હોલ શાહીબાગ અમદાવાદ ખાતે તાજેતરમાં યોજાયેલા અેક કાર્યક્રમમાં માંડવીના જાયન્ટ્સ ગ્રુપને યુનિટ કક્ષાના 6 અને ફેડરેશન કક્ષાના 16 અેવોર્ડ ડેપ્યુટી વર્લ્ડ ચેરમેન બળદેવભાઇ પટેલ, ફેડરેશન પ્રમુખ નિષદભાઇ મહેતા, સેન્ટ્રલ કમિટિના સભ્યો ચંદ્રકાંતભાઇ મોતા, રસિકભાઇ સુથાર અને કાંતિભાઇ પટેલ તથા અેવોરડ કમિટિના ચેરમેન મહેન્દ્રભાઇ પટેલના હસ્તે અેનાયત થયા હોવાનું સંસ્થાના ઉપપ્રમુખ અને જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન 3બીના મિડીયા અોફિસર દિનેશભાઇ શાહે જણાવ્યું હતું. અેવોર્ડ મેળવવામાં માંડવી જાયન્ટ્સ ગ્રુપના પ્રમુખ યોગેશભાઇ ત્રિવેદી, મંત્રી યોગેશભાઇ મહેતા, ખજાનચી પરેશભાઇ સોની, પ્રોજેક્ટ ચેરમેન ડો.અેસ.બી.મલ્લી, ફેડરેશન મંત્રી ઇશ્વરભાઇ ગણાત્રા સહિતના સભ્યોઅે અાવકાર્યો હતો. જાયન્ટ્સ ગ્રુપ અોફ માંડવીના તમામ 109 સભ્યોના સહયોગ અને તમામને સાથે રાખીને ચાલવાની કાર્ય પદ્ધતિના કારણે માંડવીના ગ્રુપને અા સિદ્ધિ મળી હોવાની લાગણી વ્યક્ત કરવામાં અાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો