તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનકુવામાં કાછીયાને પિતા-પુત્રઅે લાકડીથી માર માર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ તાલુકાના માનકુવા ગામે શાકભાજીના વેપારી પર પિતા-પુત્ર લાકડીઅોથી તુટી પડતાં વેપારીને ઘાયલ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં અાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ તેમજ માનકુવા ગામે રહેતા અને શાકભાજીનો ધંધો કરતા વિનોદભાઇ બાબુભાઇ વઢીયાર (ઉ.વ.22) પાસે બુધવારે સવારે માનકુવા ગામે રહેતા ચીચા કોલીનો દિકરો શાકભાજી ખરીદવા અાવીને ગાળા ગાળી કરતો હોઇ અા બાબતે વિનોદભાઇઅે ચીચા કોલી પાસે ફરિયાદ કરવા તેના દિકરાને લઇ જતાં ચીચા કોલી અને તેના દિકરાઅે ગાળો અાપી લાકડાથી અને હાથમાં પહેરેલા કડાથી છાતીના ભાગે માર મારી ઇજા પહોંચાડી હતી ઇજા ગ્રસ્તને સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.માનકુવા પોલીસે જાણવા જોગ નોંધ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ બનાવમાં ઘાયલ થયેલ યુવાન તેમજ સુત્રોના જણાવ્યા પ્રમાણે ચીચા કોલી દારૂનો ધંધો કરતો હોવાનું તેમજ બનાવ સંદર્ભે અારોપીની મધ્યસ્થી કરીને પોલીસ દ્રારા ઘાયલને અેમઅેલસી કે ફરિયાદ ન કરવા દબાણ કરાતું હોવાનું બહાર અાવ્યું છે. જો કે અા બનાવ સંદર્ભે તપાસ જેમને સોંપાઇ છે તેવા પ્રવિણભાઇ પરમારનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, હજુ જાણવા જોગ જાહેર થઇ છે હાલ બંદોબસ્તમાં રોકાયો હોવાથી ફરિયાદ લેવા માટે ઇજાગ્રસ્ત પાસે હોસ્પિટલમાં અાવાનું બાકી છે. મોડેથી ફરિયાદ નોંધાયા બાદ જ વધુ વિગતો જાણી શકાશે.

અન્ય સમાચારો પણ છે...