Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આટલું બોલી મમતા ફરી રડી...’
માંગરોળમાં એસ.ટી. બસમાં કટલેરીના નામે ગેરકાયદેસર હથિયારોનો જથ્થો આવતો હોવાની બાતમીને આધારે પોલીસે વહેલી સવારે ૧૦૦ તલવારો સાથે પાંચ શખ્સોની ધરપકડ કરી છે. બનાવની ગંભીરતા પારખી ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એસઓજીએ પણ તપાસમાં ઝુકાવ્યું છે. સમગ્ર બનાવને લઈ ચકચાર મચી ગઈ છે. પોલીસે પાર્સલ લેવા આવેલા યાકુબ હસનભાઈ બુમડીય, કાદર આમદભાઈ ગિરનારી, ઈમ્તિયાઝ હસનભાઈ બુમડીયા, શોએબ હાસમભાઈ છાપરા, હસન અબ્દુલભાઈ વાજા (રહે.તમામ માંગરોળ)ની ધરપકડ કરી હતી. આ જથ્થો કચ્છના અંજારથી ચઢાવાયો હોવાનું ખુલ્યું છે. ઝડપાયેલા શખ્સોની પૂછપરછમાં તેઓએ વેચાણ અર્થે મંગાવ્યો હોવાની કેફિયત આપી છે. વર્તમાન સ્થિતિને ધ્યાને લઈ પોલીસ ગંભીરતા દાખવી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
GSTની ચોરી પકડવા ઈ-વે બિલ 1 એપ્રિલથી ફાસ્ટેગ સાથે જોડાશે
અમદાવાદ | ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસ વિભાગે ટેક્સની ચોરી કરતાં એકમોને પકડી પાડવા માટે ઇ-વે બિલને ફાસ્ટેગ સાથે લીંક કરવાનો નિર્ણય કર્યો છે. ફાસ્ટેગ સાથે ઇ-વે બિલ લીંક કરવાથી વ્હીકલ પર નજર રાખી શકાશે તેમજ ઇ-વે બિલમાં દર્શાવેલ માલની તપાસ કરી શકાશે. બોગસ ઇ-વે બિલ બનાવી કરચોરી કરનારાને પકડી પાડવા આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
નવસારીમાં નવજાત બાળકીને માતાએ તરછોડી, કૂતરાંએ અંગો ફાડી ખાતાં મોત
ભાસ્કર ન્યૂઝ | નવસારી
નવસારીમાં શનિવારે સવારે નવસારીથી ગાંધી ફાટક જતા રેલવે ટ્રેક ઉપર નવજાત બાળકીને નિષ્ઠુર જનેતાએ જ છોડી દીધી હતી. જેને રખડતા કૂતરાએ ખેંચી ગયા હતા. જોકે આ બાળકીને કૂતરાની ચૂંગાલમાંથી કેટલાક મજૂરોએ છોડાવી હતી. પોલીસને જાણ કરતા નવજાતને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. ડાબો પગ સંપૂર્ણપણે ગુમાવી ચૂકેલી બાળકીનું સુરત હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
108ની ટીમના ચંદ્રકાંત પટેલે જણાવ્યું હતું કે, બાળકનો ડાબો પગ અને ગુપ્તાંગ આખો ખવાય ગયો હતો. બાળકને કુતરાઓએ ફાડી ખાધું હોય એમ પ્રાથમિક રીતે લાગતું હતું. આ બાળક ની જાતી નક્કી થઈ શકે તેમ નહોતચી પણ નાળ પર બ્લૂ કેપ અને ગુલાબી ફ્રોક પહેરાવ્યું હોવાથી નવજાત બાળકી હોવાનું કહી શકાય છે.
મોઢેરા પોલીસે મહેસાણા સિવિલમાં પેનલ પીએમ કરાવ્યું, અજાણી વ્યક્તિ સામે ફરિયાદ
ભાસ્કર ન્યૂઝ | મહેસાણા
મોઢેરા નજીક માત્રાસણ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલના સાયફનના ગેટમાં ફસાયેલા મૃત નવજાત બાળકનો મોઢેરા પોલીસે કબજો મેળવી મહેસાણા સિવિલમાં પેનલ તબીબની મદદથી પીએમ કરાવ્યું હતું. આ મામલે મોઢેરા પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બહુચરાજીના માત્રાસણ ગામે કેનાલના સાયફન 310/300ના ગેટ નંબર 6માં શુક્રવારે સાંજે 6.45 વાગે મૃત નવજાત બાળક ફસાયેલું જોઇ અહીં ફરજ પરના ચોકીદારે મોઢેરા પોલીસને જાણ કરી હતી. પોલીસે ફૂલી ગયેલા બાળકની લાશ મહેસાણા સિવિલમાં લાવી પેનલ તબીબથી પીએમ કરાવ્યું હતું.
મોઢેરા પીઆઇ એસ.જે. પટેલે કહ્યું કે, નવજાત બાળક સંબંધે
કડી મેળવવા વિસ્તારની આંગણવાડી અને આશાવર્કર બહેનોને એકઠી કરી ગર્ભવતી મહિલાઓ અને ડિલિવરી થઇ હોય તેવી મહિલાની વિગતો મેળવવા તજવીજ કરી છે. વિસ્તારના દવાખાનાઓમાં પણ તપાસ કરી છે.સાથે કોઇનું બાળક ગુમ થયું છે કે કેમ તે અંગે પણ પૂછપરછ કરાઇ રહી છે.
જેલમાં કેદીઓને હવે પોલીસ અઠવાડિયામાં 3 વખત પરિવાર સાથે પાંચ મિનિટ વાત કરાવશે
ભાસ્કર ન્યૂઝ| ભરૂચ
એક તરફ જેલમાં કેદીઓ પાસેથી મોબાઇલ પકડાઇ રહ્યા છે ત્યારે ભરૂચની સબજેલમાં કેદીઓ માટે ટેલિફોન બૂથ ઉભુ કરાયું છે. શનિવારે ભરૂચ સબજેલમાં જેલ અધિક્ષક અને જેલરે ટેલિફોન બુથને ખુલ્લું મુકાયું હતું. આ ટેલિફોન થકી કેદીઓ અઠવાડિયામાં 3 દિવસ પોતાના પરિવાર સાથે 5 મિનિટ સુધી વાતચીત કરી શકશે.
શનિવારે જેલ અધિક્ષક આઈ.વી.ચૌધરી અને જેલર બી.એસ.માછીએ કેદીઓ માટે ટેલીફોન બુથનો પ્રારંભ કરાયો છે. જેના થકી જેલમાં સજા કાપી રહેલા કેદીઓ અઠવડીયામાં ત્રણ વખત પોતાના પરિવારજનો, માતા-પિતા, પત્ની, ભાઈ-બહેન, પુત્ર- પુત્રી સાથે 5 મિનિટ વાત કરીને ખબર અંતર પૂછી શકશે. આ ટેલીફોન બુથ સાથે રેકોડીંગ ડિવાઈસ સિસ્ટમ સાથે જોઈન્ટ હોવાથી તેમની તમામ વાતો પણ રેકોર્ડ કરાશે. ટેલીફોન બુથ પર વાત કરવાના 5 મિનિટના પાંચ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. જેમાંથી થતી આવક કેદી વેલ્ફેર ફંડમાં વાપરવામાં આવશે. કેદીઓ પાસેથી પરિવારના મોબાઈલ અને ફોન નંબર મેળવી તેની ખરાઈ કરીને વાત ચીત કરવામાં આવશે.
બે સંતાનની માતાને 1.25 લાખમાં વારાહીમાં વેચી દીધી
ભાસ્કરન્યૂઝ | પાટણ
મહારાષ્ટ્રની 2 સંતાનોની માતા અને પતિથી અલગ રહેતી 1 મહિલાને બીજા સારા છોકરા સાથે લગ્ન કરાવી અાપવા ભરમાવીને વિજાપુરના કોટડીની મહિલાએ તેની જાણ બહાર જ વારાહીના 1 પરિવારમાં 1.25 લાખમાં વેચી મારી હતી. તેણીને આ પરિવારે 3 મહિના સુધી ઘરમાં ગોંધી રાખી હતી. જેમાં 1 શખ્સે 2 મહિના સુધી બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં અાવી છે જે અંગે મહિલાએ વારાહી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
શિક્ષિકા, શિક્ષક,આચાર્ય, ટીપીઇઓ, બીઆરસી, સીઆરસી સામે કાર્યવાહી
ભાસ્કર ન્યૂઝ | પોરબંદર
પોરબંદર જિલ્લામાં બોગસ શિક્ષકો અંગે તપાસ હાથ ધરાઈ છે. ગાંધીનગરથી શિક્ષણ વિભાગના સચીવ દ્વારા સ્થાનિક તંત્રને રેલો અાવ્યો છે. અને 7 ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી જેથી 2 બોગસ શિક્ષકો અને ફરજમાં બેદરકારી દાખવનાર 3 કર્મચારી સહિત 5ને ફરજ મૂક્ત કરાયા હતા.
પોરબંદર જિલ્લાની શાળાઅોમાં અધિકૃત શિક્ષકોના બદલે બોગસ શિક્ષકો ફરજ બજાવતા હોવાથી અા સમગ્ર બોગસ શિક્ષક પ્રકરણમાં સંડોવાયેલ પાંચ સામે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ છે. જેમાં દિલીપ રામભાઇ સુવા, માલદે દેવા નંદાણીયા, ભાવિકા હમીર કરંગીયા, શ્રધ્ધા દુદા રાવલીયા સામે ફોજદારી અધિનિયમ 1860 ની છેતરપીંડી અને અન્ય કલમો હેઠળ ગુન્હો નોંધી ફરીયાદ દાખલ કરી છે તેમજ ધ્રુવાળા પ્રાથમિક શાળાના નિવૃત અાચાર્ય અરવિંદ કાસુન્દ્રા અે પણ જે તે સમયે દિલીપ સુવાને શાળામાં અાવ્યા વગર અને શૈક્ષણિક કાર્ય કર્યા વગર પગાર મળે તેવી સગવડમાં સાથ અાપ્યો હોવાથી તેમની સામે પણ પોલીસ ફરીયાદ નોંધાઇ છે. હાલ કડક કાર્યવાહી હાથ ધરાતા અાવા શિક્ષકોમાં વ્યાપી ગયો છે.
વલસાડમાં પોલીસ કર્મચારીએ પત્નીના પ્રેમીને નગ્ન કરી માર્યો
ભાસ્કર ન્યૂઝ | વલસાડ
વલસાડ જિલ્લાના પારડી ITI ખાતે પારડીનો યુવક અને વલસાડની યુવતી સાથે ITI કરતા પ્રેમ થયો હતો. યુવતીના લગ્ન પોલીસ કર્મચારી સાથે થઇ જતા પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો. શુક્રવારે સાંજે યુવતીનો પ્રેમી યુવક ઉપર ફોન આવ્યો હતો. પોલીસ પતિએ સમાધાન કરાવવા પારડીના યુવકને રેલવે લોકોશેડ પાસે બોલાવ્યો હતો. મિત્ર સાથે આવેલા પોલીસ કર્મચારીએ બાઈક ઉપર પ્રેમીને બેસાડી લઇ ગયો હતો. યુવકનો ઘરફોડ ચોરોની કબૂલાત કરતો વીડિયો બનાવી નગ્ન કરી મારમારી છોડી દેવાયો હતો. યુવકના મિત્રોએ 108ની મદદ વડે સિવિલ હોસ્પિટલ દાખલ કરાયો હતો.
પારડી ખાતે રહેતો ગૌરવ હળપતિ પારડી ITI ખાતે વર્ષ 2018 અભ્યાસ કરતો હતો. અભ્યાસ દરમિયાન વલસાડના નનકવાડા વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો. યુવતીના લગ્ન પોલીસ કર્મચારી ધીરેન પટેલ સાથે થતા તેણે ગૌરવ સાથેને પ્રેમ સંબંધનો અંત લાવ્યો હતો. શુક્રવારે ધીરેન અને તેની પત્ની સાથે ઝઘડો થયો હતો. ધીરેનના કહેવાથી પત્નીએ ગૌરવને ફોન કર્યો હતો. પત્નીનો ફોન છીનવી લઈને ગૌરવને સમાધાન કરવા માટે વલસાડ લોકોશેડ પાસે બોલાવ્યો હતો. ગૌરવ સાથે તેનો મિત્ર નિલેશ યાદવ આવ્યો હતો. જ્યાંથી ધીરેન ગૌરવને બાઈક ઉપર બેસાડી પોલીસ હેડક્વાટરના વલીબોલના મેદાન પાસે લઇ ગયો હતો. જ્યાં માર માર્યો હતો.
સુરતમાં હેડ કોન્સ્ટેબલ 50 હજારની લાંચ લેતાં ભેરવાયો
ભાસ્કર ન્યૂઝ | સુરત
બે અઠવાડિયા પહેલા ઉમરા પોલીસનો કોસ્ટેબલ શૈલેષ ગાગીયા 50 હજારની લાંચ લેતા પકડાયો ત્યાર પછી પણ સુરત પોલીસમાં લાંચ લેવાનું બંધ થયું નથી. વધુ એક પોલીસકર્મી એસીબીની જાળમાં શનિવારે જોવા મળ્યો હતો. જેમાં પ્રિવેન્શન ક્રાઇમ બ્રાંચ(પીસીબી)નો કેશીયર હેડ કોસ્ટેબલ ચેતન સિંમ્પી તેના બે પન્ટરો સાથે 50 હજારની લાંચમાં ભેરવાયા છે. એસીબીની ટીમે શનિવારે સાંજે અઠવાલાઇન્સ ચોપાટી પર બનારસી પાન સેન્ટર પર છટકું ગોઠવી ચેતન સિંમ્પીના બે પન્ટરોને 50 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડયા હતા. ત્યાર પછી એસીબીએ ગણતરીની મિનીટોમાં ચેતન સિંમ્પીને પણ પકડી લીધો હતો.
ચેતન સિંમ્પીનો 40 થી 42 હજારનો પગાર છે, રિટાયર પોલીસ કમિશનર સતીશ શર્માએ અગાઉ ચેતન સિંમ્પીની ટ્રાફિકમાં બદલી કરી દીધી હતી. ટ્રાફિક પહેલાની વાત કરીએ તો તે પહેલા સુરત જિલ્લા પોલીસમાં હતો ત્યાંથી સુરત સીટી પોલીસમાં એન્ટ્રી કરી નશાબંધી, સચીન, ડુમસ, ડીસીબી, ટ્રાફિક અને હાલમાં પીસીબીમાં હતો. મોટેભાગે તેણે પોલીસ સ્ટેશનોમાં બેનંબરી ધંધાઓની કેશીયરગીરી કરી છે.
BScમાં નવાના બદલે જૂના કોર્સનું પેપર છપાઇ ગયું
ભાસ્કર ન્યૂઝ | રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને પરીક્ષા નિયામકે પેપરોમાં થતા છબરડાનો ભોગ વિદ્યાર્થીઓ ન બને તે માટે કરેલા નવતર પ્રયોગને સફળતા મળી છે, પરંતુ પેપરોમાં થતા છબરડાને અટકાવવા હજુ સુધી સફળતા મળી ન હોય શનિવારે લેવાયેલી પરીક્ષામાં વિવિધ ફેકલ્ટીના 3 પેપરમાં નાની-મોટી ભૂલ થયાની વિગતો પ્રકાશમાં આવી છે તેમાં પણ ખાસ કરીને બી.એસસી. સેમેસ્ટર-6ની બાયો કેમિસ્ટ્રીના પેપરમાં નવાના બદલે જૂના કોર્સનું પેપર છપાઇ ગયું હતું અને તે વિદ્યાર્થીઓને આપી દેવાયા બાદ નવું પેપર તાત્કાલિક તૈયાર કરી વિદ્યાર્થીઓને અપાયું હતું.
પરીક્ષા નિયામક નિલેશ સોનીએ જણાવ્યું હતું કે, બી.એસસી. સેમેસ્ટર-6માં બાયો કેમિસ્ટ્રી વિષયનું પેપર નવાના બદલે જૂના કોર્સનું છપાઇ ગયું હતું અને આ વિષયની પરીક્ષા શનિવારે રાજકોટની કોટક સાયન્સ કોલેજ અને અમરેલીની કામાણી સાયન્સ કોલેજમાં હોય ત્યાં પેપર ડિસ્ટ્રિબ્યૂટ પણ થઇ ગયું હતું.
ત્યારબાદ જૂના કોર્સનું પેપર અપાયાનું ધ્યાનમાં આવતા તાત્કાલિક બન્ને કોલેજના પ્રિન્સિપાલોને ઇ-મેલ મારફત નવા કોર્સનું પેપર આપવામાં આવ્યું હતું.
ભાસ્કર વિચાર
કવિ કલાપીએ તેમની શ્રેષ્ઠ રચના ગ્રામમાતામાં લખ્યું છે, રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ, નહીં તો ના બને આવું, બોલી માતા ફરી રડી. ઉ.ગુ.માં નવજાતને ત્યજી દેવાની હાલમાં જ આ છઠ્ઠી ઘટના બની છે. એટલે કવિતાની આ કડીને આ રીતે રજૂ કરાઇ છે.
ઉ.ગુ.માં છેલ્લા 3 મહિનામાં બાળક-બાળકીને ત્યજી દેવાની સંવેદનાને હચમચાવતી પાંચ ઘટનાઓ
આ ફોટો આપને વિચલિત કરી શકે તેમ છે, પરંતુ મમતાને કોરણે મૂકતી ઘટનાઓ વધી રહી છે ત્યારે સંવેદનહિન સમાજને ઢંઢોળવા પ્રકાશિત કરી છે.
મોઢેરા પાસે નર્મદા કેનાલમાં નવજાત બાળકને ફેંકી દીધું,લાશ મળી
7
\\\"દયાહીન થઇ માતા, નહીં તો ના બને આવું,
¾, ભુજ, રવિવાર, 15 માર્ચ, 2020
કેદીઓ હવે જેલમાંથી ફોન પર વાત કરી શકશે
જેલમાં મોબાઇલ અને સિમકાર્ડ પકડાવાના કિસ્સા વધતાં જેલતંત્રે કેદીઓને ટેલિફોન સુવિધા આપવા નક્કી કર્યું છે.ભરૂચ સબજેલમાં પ્રથમવાર નવતર પ્રયોગ રૂપે ટેલિફોન બૂથ ચાલુ કર્યું છે. > આઈ.વી.ચૌધરી, જેલ અધિક્ષક, ભરૂચ
ઇ-વે બિલને 1 એપ્રિલ 2020થી ફાસ્ટેગ સાથે જોડી દેવાશે. તાજેતરમાં ઇ-વે બિલમાં સુધારા કરીને ઇ-વાહન આરટીઓ જોડે જોડવામાં આવતા ખોટા વ્હીકલ નંબર નાખીને ઇ-વે બિલ જનરેટ કરવા પર અંકુશ આવ્યો હતો. આમ ઇ-વે બિલની સિસ્ટમમાં બોગસ આઇટીસીના કેસ રોકવા માટે અને જીએસટી રેવન્યુ વધારવા હવે ઇ-વે બિલને ફાસ્ટેગ સાથે જોડી દેવામાં આવશે. જેનાથી એક જ ઇ-વે બિલનો એકથી વધારે વખત ઉપયોગ કરવા પર અંકુશ આવશે. જેમ કે કોઇ વ્યક્તિ અમદાવાદથી ચાંગોદર માટે બિલ જનરેટ કરે તો આ બિલ દિવસભર વાપરી શકાય પરંતુ ફાસ્ટેગ સાથે જોડાતા એક જ વખતની મુવમેન્ટ થઈ શકશે.
જીએસટી ડિપાર્ટેમેન્ટ એક કમિટીની રચના કરી જે ઇ-વે બિલને ફાસ્ટેગ સાથે લીંક કરવા જરૂરી પગલા લેશે. આ સિસ્ટમથી માલના હેરફેરની વિગત ઓનલાઇન મેળવી શકશે.
આ ઉપરાંત ઇ-વેબિલનો દૂર ઉપયોગ થતો રોકીને કરચોરી પકડી શકશે. એક અંદાજ પ્રમાણે રોજના 1.40 લાખ ઇ-વે બિલ સમગ્ર દેશમાં જનરેટ થાય છે.
સ્પેનિશ કપલની ગાડી ખાડામાં ફસાતાં વનવિભાગે મદદ કરી
2 માર્ચ-2020
તલોદના જોરાજીના મુવાડામાં વજાપુર તરફ જવાના રસ્તા પરથી જીવતી બાળકી મળી.
કુતિયાણા અને રાણાવાવની 7 પ્રાથમિક શાળાઓમાં તપાસ
મેવાસા નેસ પ્રા. શાળાના શિક્ષકે બે શિક્ષિકાને ડમી શિક્ષક રાખ્યા
પોલીસ કર્મીની પત્નીને લગ્ન પહેલાં આ યુવક સાથે પ્રેમ થયો હતો
પોલીસ હેડક્વાર્ટરના મેદાન પાસે જ પ્રેમીને ફટકાર્યો હતો
LCBએ કોન્સ્ટેબલના બે પન્ટરોને ઝડપી પાડ્યા
અડ્ડો ચાલુ કરાવવા 50 હજાર માગ્યા હતા
બેદરકારીથી વિદ્યાર્થીઓ થયા હેરાન-પરેશાન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગની ભૂલ
કામરેજના નવી પારડીમાં રિફાઇન્ડ ઓઇલના ગોડાઉનમાં વિસ્ફોટ
માંગરોળમાં ST બસમાંથી 100 તલવાર મળી આવી
5 શખ્સની અટક, અંજારથી હથિયારો આવ્યાં હતાં
વર્તમાન સ્થિતિને પગલે પોલીસની ઊંડી તપાસ
ભાસ્કર ન્યૂઝ |માલપુર-મોડાસા
ભારત ભ્રમણે નીકળેલ સ્પેનિશ કપલ માલપુરના જંગલ વિસ્તારમાં પહોંચ્યું હતું સ્પેનિશ કપલની ટ્રાવેલર ગાડી ખાડામાં ખૂંપી જતા સ્પેનિશ યુવકે વનવિભાગ તંત્રના કર્મચારીઓની મદદ માંગતા ટ્રેક્ટરની મદદથી ટ્રાવેલર બસ બહાર નીકાળવામાં મદદ કરતા સ્પેનિશ કપલે વનવિભાગના કર્મચારીઓનો આભાર વ્યક્ત કરી ગોવા જવા નીકળી ગયું હતું. તંત્ર, સ્થાનિક તંત્ર અને આઈ.બી વિભાગને સ્પેનિશ કપલ ત્રણ દિવસ જંગલમાં રોકાણ કર્યું એ અંગે જાણ હતી કે પછી ગંધ સુદ્ધાં આવી નથી જેવા પ્રશ્નો સ્થાનિકોમાં પેદા થયા છે. વનવિભાગે ટ્રેક્ટરની મદદથી ટ્રાવેલર ગાડી બહાર કાઢી આપતા સ્પેનિશ કપલે ખુશી વ્યક્ત કરી હતી.
ફૂલ જેવું કોમળ બાળક... જોતાં જ ચુમી લેવાનું મન થઇ જાય એવું.... પણ તેની માતાનો જીવ કેવી રીતે ચાલ્યો હશે આ બાળકને કેનાલમાં ફેંકી દેતા? માતાના ઉદરમાં હશે ત્યારે કેવાં કેવાં સપનાં જોયાં હશે આ બાળકે? પણ ધરતી પર અવતરણ થતાં જ તેને પાણીમાં વહાવી દેવાયું. માતાની એવી તો કઇ મજબૂરી હશે કે જન્મતાં વેંત જ આમ મોતને હવાલે કરી દીધું. કદાચ કુંડાળામાં પગ પડી ગયો હોય તો પણ સમાજની સામે લડવાની હિંમત નહોતી તો શું કામ જન્મ આપ્યો? એવું કહેવું હોય તો કહી શકાય, દયાહીન થઇ માતા, નહીં તો ના બને આવું, બોલી મમતા ફરી રડી....
21 ફેબ્રુઆરી-2020
મહેસાણાના આંબલિયાસણ ગામે શિવ કોમ્પલેક્ષની પાછળ જીવતી બાળકી મળી.
1 ફેબ્રુઆરી-2020
ડીસાના ઢુવા ગામની સીમમાં દાંતીવાડા કેનાલમાંથી મૃત બાળક મળી આવ્યું હતું.
4 ફેબ્રુઆરી-2020
ઊંઝાના ઉનાવા ગામે સુરપુરા પીકઅપ સ્ટેન્ડ પાસે ઉકરડામાં મૃત બાળકી મળી આવી.
9 જાન્યુઆરી-2020
લાખણીના કુવાણા ગામે કાંટાળી વાડમાંથી જીવતી બાળકી મળી.
_photocaption_આરોપી ધીરેન, ભોગ બનનાર ગૌરવ*photocaption*
કોસંબા/બારડોલી | કામરેજ તાલુકાના નવી પારડી ગામે ગોડાઉનમાં ઇલેક્ટ્રિક મોટર વડે એકમાંથી બીજા ટાકામાં રિફાઇન્ડ ઓઇલ ટ્રાન્સફર કરવામાં આવી રહ્યું હતું ત્યારે એકાએક ધડાકાભેર આગ ફાટી નીકળી હતી. આ આગના ગોડાઉનમાં કામ કરતાં બે કારીગરો ગંભીર રીતે દાઝી ગયા હતાં. ફાયર બ્રિગેડે 5 કલાકે આગ પર કાબૂ મેળવ્યો હતો.