તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભુજમાં મહાવીર જયંતિની ઉમંગભેર ઉજવણી કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજની સેવા સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર દ્વારા વિવિધ દાતાઅોના સહયોગથી અહિંસા અને કરૂણાની મૂર્તિ અેવા મહાવીરસ્વામીના જન્મ કલ્યાણકની સેવાકાર્યો સાથે ઉજવણી કરાશે.

13/4થી 17/4 સુધીમાં રોજ ગૌવંશને ચારો, શ્વાનોને લાડુ, પક્ષીને ચણ, રાતાતળાવ પાંજરાપોળમાં ગૌધનને લીલાચારાનું નીરણ, રોહા-સુખપરના જીવન સંધ્યાના વયસ્કો સાથે વડીલ વંદના કાર્યક્રમ, 500થી પણ વધુ જરૂરતમંદ પરિવારોને મિઠાઇ-ફરસાણ વિતરણ, દર્દીઅોને દેશી ઘીના શીરાનું વિતરણ, વિવિધ છાશ કેન્દ્રો પરથી રોજ 600 લી. છાશનું નિ:શુલ્ક વિતરણ કરાવા સાથે ભુજમાં 17/4ના ચોથાં હરતાં-ફરતાં છાશ કેન્દ્રનું લોકાર્પણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...