તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અાજે ભુજમાં જૈન સમાજ દ્વારા મહાવીર જયંતી ઉજવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વને અહિંસાનો સંદેશો અાપનારા ભગવાન મહાવીરની જન્મ જયંતીની અાજે ભુજમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉવજણી કરવામાં અાવશે. અા પૂર્વે સમસ્ત જૈન સમાજ દ્વારા વિવિધ સેવા કાર્યો સાથે મહાવીર જન્મ કલ્યાણક સપ્તાહ ઉજવાયું હતું.

અાજે તા. 17ના યોજાનારી શોભાયાત્રામાં પ્રભુજીનો રથ, ગીરનાર અેક્સપ્રેસ, રાસ મંડળી તેમજ વિવિધ ફ્લોટ્સ અાકર્ષણનું કેન્દ્ર રહેશે. મહાવીર જયંતીની પૂર્વ સંધ્યાઅે દાદા વાડીમાં સંધ્યા ભક્તિનું અાયોજન કરાયું હતું.

ભુજના સમસ્ત જૈન સમાજ અને સમસ્ત જૈન યુવક મંડળ દ્વારા જન્મ કલ્યાણક સપ્તાહની ઉજવણી અંતર્ગત સેવા કાર્યો કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...