તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માધાપરની અેકેડેમીના છાત્રોઅે 22 રાષ્ટ્રીય પુરસ્કાર જીતી લીધા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માધાપરની નટરાજ ડાન્સ અેકેડેમીના છાત્રોઅે શિમલા ખાતે યોજાયેલી નૃત્ય સ્પર્ધામાં 22 રાષ્ટ્રીય પુરસ્કારો જીતીને જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.

64મી અોલ ઇન્ડિયા અાર્ટિસ્ટ અેસો.-2019 નૃત્ય હરિફાઇમાં 22 રાજ્યોમાંથી 1100થી વધુ સ્પર્ધકોઅે ભાગ લીધો હતો. અેકેડેમીના છાત્રોઅે 22 વર્ષીય સંચાલિકા રાધિકા ટાંકના નેજા હેઠળ ભાગ લઇને મેદાન માર્યું હતું. અા વર્ષથી જ અપાવાનો શરૂ થયેલો હેમચંદ સંતાની અેવોર્ડ રાધિકા ટાંકને અેનાયત કરાયો હતો. છાત્રોઅે રજૂ કરેલી કૃતિઅોમાં 10 કૃતિને પ્રથમ, 3 કૃતિને દ્વિતિય, 2 કૃતિને તૃતિય તેમજ 7 કૃતિને અાશ્વાસન ઇનામ મળ્યાં હતાં. નિર્ણાયક તરીકે અવિનાશ પાયલ, અમિત ગંગાની, સુનિલ રિશીઅે સેવા અાપી હતી.

અન્ય સમાચારો પણ છે...