તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News Ludboy39s Man Sentenced To Ten Years Imprisonment 60 Thousand Fine In Poxo Case 061623

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષ્કર્મ-પોક્સોના કેસમાં લુડબાયના શખ્સને દસ વર્ષની કેદ, 60 હજારનો દંડ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

અેપ્રિલ 2017માં 15 વર્ષીય સગીરાનું અપહરણ કરી અેક માસ સુધી દુષ્કર્મ ગુજારવાના કેસમાં લુડબાય ગામના અારોપીને ભુજની સ્પેશીયલ (પોક્સો) કોર્ટે દસ વર્ષની સખત કેદની સજા સાથે 60 હાજરનો દંડ ફટકાર્યો છે, તેમજ દંડની રકમમાંથી વળતરપેટે 25 હજાર ચુકવી અાપવા અાદેશ કર્યો છે.

બનાવની હકિકત મુજબ રાત્રી સમયે ફરીયાદી પરિવારજનો સુતા હતા ત્યારે લુડબાય ગામના અારોપી મીલન અામદ જતે ફરિયાદીની 15 વર્ષીય દિકરીને લગ્નની લાલચ અાપીને અપહરણ કરી ગયો હતો. અને પશ્ચિમ બંગાળના મદનપુરા વિસ્તારમાં લઇ જઇને અેકાદ મહિનો રાખી અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. અારોપી વિરૂધ ભોગબનારના પિતાઅે નખત્રાણા પોલીસ મથકમાં પોક્સો અેક્ટની કલમ 3,4,5(અેલ), તેમજ અાઇપીસી કલમ 363,366,376 મુજબ ફરિયાદ નોંધાવી હતી. અા કેસમાં સરકાર તરફે 17 સાક્ષી, 16 દસ્તાવેજી પુરાવાને અાધારે બન્ને પક્ષોની દલીલો સાંભળીને સરકાર તરફેની દલીલ ગ્રાહય રાખી ભુજના સ્પેશીયલ પોક્સો જજ પી.અેસ.ગઢવી દ્વારા અારોપીને દસ વર્ષની સખત કેદની સજા તથા 60 હજારનો દંડ અગર દંડ ન ભરે તો, વધુ 6 માસની બીજી સજા કરવાનો હુકમ કર્યો હતો. ઉપરાંત અારોપીને કરેલી દંડની રકમમાંથી 25 હજાર વળતર પેટે ભોગ બનનારને અાપવા અાદેશ કર્યો હતો. અા કેસમાં સરકાર તરફે પોક્સો અેક્ટના ખાસ સરકારી વકીલ અેચ.બી.જાડેજા હાજર રહી દલીલ કરી હતી.

સગીરાને પશ્ચિમ બંગાળ લઇ જઇ અેક માસ સુધી ગુજાર્યું દુષ્કર્મ


અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો