નવા ST સ્ટેશન પાસેની વસાહતમાંથી પ્રેમી યુગલ રંગે હાથે ઝડપાઇ ગયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાં નવા બનેલા બસ સ્ટેશન નજીકની અેક વસાહતમાં બંધ પડેલા મકાનમાં ગોરખ ધંધાઅોનો વ્યાપ વધી રહયો છે. અેકાંતરે અહિં કોઇને કોઇ ગેરપ્રવૃતિ કરનારાઅો અા સોસાયટીના સજાગ રહેવાસીઅોના હાથે ઝડપાઇ જતા હોય છે. અાવો જ અેક બનાવ શુક્રવારે બપોરે અેક વાગ્યાના અરસામાં બન્યો હતો. સગીરવયના છોકરો અને છોકરી ચોરી છુપી અેક મકાનમાં પ્રવેશીને અંદરથી દરવાજો બંધ કરી દેતા પાડોશીઅોને શંકા ગઇ અને સોસાયટીના રહેવાસીઅોને ભેગા કરી બન્ને જણાઅોને રંગે હાથે ઝડપી પાડી તેમના વાલીઅોને સોંપવામાં અાવ્યા હતા.

ભુજના બસ સ્ટેશન પાસે અેક ધોરણમાં અભ્યાસ કરતા છોકરો અને છોકરી પકડાયા હતા જેમા છોકરાઅે તેના મિત્રને કહ્યુ કે, તારા મકાનની ચાવી અાપી અમને ફોટોશેશન કરવા જવાનું છે. મિત્રઅે તેના પિતાને પુછ્યા વગર ચાવી અાપી દિધી અને અા લૂખા છોકરાને મોકો મળી ગયો પરંતુ સદનશીબે જેવા રૂમમાં પૂરાયા અને કઇ અજુકતું બને તે પૂર્વે પાડોશીઅોને શંકા જતાં અાસપાસથી રહેવાસીઅોને બોલાવી લીધા અને રૂમનો દરવાજો ખખડાવી બન્ને જણાઅોને બહાર કાઢ્યા હતા. બાદમાં લોકોનું મોટું ટોળું અેકત્રિત થઇ ગયું દિકરીના પિતા જે સમાજમાં સારી નામના ધરાવતા અને સેવાભાવી પ્રવૃતિ સાથે સંકડાયેલા હોઇ દિકરીના અા કરતુતથી તેઅો ભાંગી પડ્યા હતા જોકે યુવકને લોકોઅે બેસાડી રાખ્યો અને પોલીસને બોલાવી હતી પરંતુ ફરિયાદ થશે તો સમાજમાં ઇજા અાબરૂના ધજાગરા ઉડી જશે તેવી બીકના કારણે છોકરીના પરિવારે ફરિયાદ કરી ન હતી.

વાલીઅોઅે સંતાન માટે ડીટેક્ટીવ બનવું પડશે
માલેતુજાર અને પૈસા પાત્ર વ્યક્તિઅો પોતાના બાળકોને શાળાઅે મુકવા જતી કારમાં તેના બાળકો સલામત છે કે નહિ તે માટે અધતન ટેકનોલોજી દ્રારા કેમેરાઅોનો ઉપયોગ કરતા હોય છે અને તેમના સંતાનની રજેરજની માહિતી તેઅો મેળવતા રહે છે ત્યારે મધ્યમ વર્ગના વાલીઅોઅે પોતાના સંતાનને અાઝાદી ભલે અાપી પણ તેમના મોબાઇલ ફોન અને તેના મેસેજો અને કોન્ટેકો, તેમજ મિત્રવર્તુળો પર સતત વોચ રાખીને સજાગ રહેવાની જરૂર છે.

સગીર છોકરીઅો ગેરમાર્ગે ન દોરાય તે માટે વાલી-શિક્ષકો પણ જયમત ઉઠાવી જોઇઅે
પોતાની શાળા કે ટ્યુશન ક્લાસમાં અાવતી સગીરવયની છોકરીઅોને શાળા કે ટ્યુશનમાં ન પહોંચે તો તુરંત તેમના વાલીઅોને જાણ કરી દેવી જોઇઅે અને વાલીઅોઅે પણ છોકરી અા બાબતે ગંભીરતા લઇને સજાગ રહેવું પડશે કેમ કે, શાળા અને ટ્યુશનનું કહી ઘરેથી નિકળતી છોકરીઅો પોતાના મિત્રો સાથે નિકળી જતી હોવાના અનેક બનાવો સામે અાવી રહયા છે ત્યારે શિક્ષકો અને વાલીઅોઅે સજાગ રહીને શાળા અને ટ્યુશન સમયે અને તે શિવાયના સમયે છોકરીઅોની ગતી વિધી પર ધ્યાન દવું જોઇઅે તે સમયની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...