તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજના સ્વામી. મંદિરે ભાગવત કથા મોકુફ રાખી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સ્વામીનારાયણ મંદિર, ભુજ દ્વારા દર વર્ષે સમગ્ર વર્ષ દરમિયાન અનેક નાના-મોટા ઉત્સવોનું આયોજન કરતુ હોય છે. જે અંતર્ગત તારીખ 25 માર્ચથી 31 માર્ચ સુધી ‘સમૂહ શ્રીમદ્ ભાગવત સપ્તાહ’નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મહોત્સવમાં દેશ-વિદેશથી 500 થી વધુ પોથીઓના યજમાન ભાગ લેવાના હતા. પરંતુ વર્તમાન સમયમાં કોરોના વાયરસની મહામારી સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે, તેને ધ્યાને લઈને સરકાર તરફથી આગોતરી સાવચેતીના પગલાં માટે જરૂરી નિર્દેશ આપવામાં આવતા ભુજ સ્વામીનારાયણ મંદિરે આ ધાર્મિક પ્રસંગ નિયત કરેલી તારીખે ન રાખતા ત્યારબાદના મે મહિનાની 1 તારીખથી રાખેલ છે. આવા પ્રસંગોમાં માનવ મહેરામણ ભેગું થતું હોય છે તેવા તબક્કે વાયરસની ભીતિ રહે છે. પત્રકારોને જણાવતા સુખદેવ સ્વામીએ જણાવ્યું હતું કે, તારીખ 1 મે થી 7 મે સુધી ભાગવત કથા યોજાશે. શુક્રવાર એક તારીખે સવારે આઠ વાગ્યે પોથીયાત્રા બાદ કથા શરૂ થશે અને ત્યારબાદ સાત દિવસ દરમ્યાન રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન ઉત્સવ, રૂક્ષમણી વિવાહ જેવા પ્રસંગો ઉજવાશે. મંદિરના કોઠારી દેવપ્રકાશ સ્વામીએ સત્સંગીઓને નુતન આયોજનમાં ભાગ લેવા અપીલ કરી છે. તેમજ જરૂર પડ્યે આ મહામારી કચ્છમાં દસ્તક આપશે તો સરકારની સાથે મંદિર કાયમની જેમ સાથ સહકાર આપશે
તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો