• Gujarati News
  • National
  • Bhuj News Lohana Mahajan Inaugurates Chaitati Beej39s Eve And Convenience Hall 060627

લોહાણા મહાજન દ્વારા ચૈત્રીબીજની પૂર્વસંધ્યાઅે સુવિધા સજ્જ હોલનું લોકાર્પણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજના લોહાણા મહાજન દ્વારા ચૈત્રીબીજની પૂર્વસંધ્યાઅે દાતા પરિવારોના સન્માનની સાથે-સાથે દાતા પરિવાર દ્વારા નિર્માણ પામેલા અાધુનિક સુવિધાસજ્જ હોલનું લોકાર્પણ પણ કરાયું હતું.

સ્વ. કલાવતીબેન વિઠ્ઠલદાસ રૂખાણા પરિવારના હસ્તે રૂખાણા હોલનું નિર્માણ કરાવી અપાયું હતું. હાલમાં તે પરિવાર દ્વારા જ 11 લાખના અનુદાન સાથે તેને અાધુનિક સુવિધાસજ્જ અને વાતાનુકૂલિત બનાવાયો હતો. સમાજના શિક્ષણ ઉત્કર્ષ અને અારોગ્ય ફંડ માટે 21 લાખનું અનુદાન અાપનારા ગંગાબેન જેરામભાઇ ગણાત્રાના તમામ પરિવારજનોનું વિશેષ બહુમાન કરાયું હતું. ગણાત્રા પરિવારે મહાજન દ્વારા કરાતી વિવિધ સમાજલક્ષી પ્રવૃત્તિઅોને બિરદાવી તેમાં યથાયોગ્ય સહયોગ અાપવાની ખાતરી અાપી હતી.

ભુજ મહાજન દ્વારા કરાતી પ્રવૃત્તિઅોની બુક ‘લોહાણા ઉત્કર્ષ સ્મરણિકા 2016-19’નું પણ વિમોચન કરાયું હતું. વિશેષરૂપે ઉપસ્થિત રહેલા અાર્ષ અધ્યયન કેન્દ્રના સંચાલક સ્વામી પ્રદિપ્તાનંદ સરસ્વતીજી, સુબોધમુનિજી તેમજ અરવિંદદાસજી મહારાજે અાશીર્વચન પાઠવ્યાં હતાં. કાર્યક્રમનું સંચાલન પંકજબેન રામાણી અને અાભારવિધિ મિત પૂજારાઅે કરી હતી. અાયોજનમાં લોહાણા મહાજન, મહિલા તેમજ યુવક મંડળના સદસ્યો સહભાગી બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...