તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભુજમાં લોક ડાઉન.... ખરા બપોરથી સાંજ દરમિયાનની સ્થિતિ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_વૈશ્વિક મહામારી કોરોના વાયરસથી ભારતમાં પણ જીવલેણ સાબિત થઈ રહી છે, જેથી સમગ્ર ભારત સાથે કચ્છમાં પણ 21 દિવસના લોક ડાઉન એટલે કે ઘરમાંથી બહાર નીકળવા ઉપર પ્રતિબંધ લાગી ગયો છે. ભુજમાં રવિવારે બપોરે તમામ બજારો સૂમસામ જોવા મળી હતી. પેટ્રોલ પંપવાળાએ કહ્યું હતું કે, પેટ્રોલનો ઉપાડ માત્ર 10% થઈ ગયો છે. તો શાકભાજી વેચનારા કાછિયાઓએ કહ્યું હતું કે, સવારથી બપોર સુધી એકલદોકલ ગ્રાહકની આવજાવ હતી પણ બપોરથી એકેય ગ્રાહક ફરક્યો નથી. બીજી બાજુ કલેક્ટર અને એસ.પી.એ તકેદારીના સાવચેતીપૂર્વક પગલા ભર્યા હોઈ જનતામાં પણ ધીરે ધીરે જાગૃતિ આવતી ગઈ છે અને ઘરમાં જ રહેવામાં સૌએ ભલાઈ સમજી લીધી હોય એમ લાગતું હતું. } તસ્વીર : પ્રકાશ ધીરાવાણી*photocaption*
અન્ય સમાચારો પણ છે...