તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કચ્છના 160 મતદાન મથક પર કરાશે લાઇવ વેબ કાસ્ટીંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત કચ્છમાં કાર્યરત કુલ્લ 1852 મતદાન મથકમાંથી 416 અેટલે કે 25 ટકા બુથને ક્રિટીકલની કેટેગરીમાં મુકાયા છે. ત્યારે ક્રિટીકલ બુથના 40 ટકા અેટલે કે 160 જેટલા મતદાન મથકની ચૂંટણી ગતિવિધીનું લાઇવ વેબ કાસ્ટીંગ કરવામાં અાવશે.

સંવેદનશીલ મતદાન મથકની તમામ પ્રકારની ગતિવિધી પર બાજનજર રાખી શકાય તે માટે કેન્દ્રિય ચૂંટણીપંચની ગાઇડલાઇન અનુસાર ક્રિટીકલ અેટલે કે સંવેદનશીલ બુથની ચૂંટણી પ્રક્રિયાનું લાઇવ વેબ કાસ્ટીંગ કરવાની સુચના અાપવામાં અાવી હતી. જે અંતર્ગત કચ્છમાં સ્થાનિક પ્રશાસને 160 જેટલા બુથને અા માટે અલગ તારવ્યા હોવાની માહિતી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઅે અાપી હતી.

ગત લોકસભા તેમજ તાજેતરમાં જ સંપન્ન થયેલ વિધાનસભા ચૂંટણી સમયે પણ 100થી 150 જેટલા બુથમાં લાઇવ વેબ કાસ્ટીંગ કરાયું હતું. ક્રિટીકલ બુથની સંખ્યા વધતાં વેબ કાસ્ટિંગ વાળા બુથની સંખ્યામાં પણ વધારો થયો છે. તો અબડાસા 6 બુથ જયાં કોઇ કનેકટીવીટી ઉપલબ્ધ નથી ત્યાં વાયરલેસ મારફત કનેકીવીટીની સુવિધા ઉપલબ્ધ થાય તેવા પ્રયાસો કરાશે.

40 ટકા ક્રિટીકલ બુથને લાઇવ વેબ કાસ્ટીંગમાં અાવરી લેવાયા
અન્ય સમાચારો પણ છે...