સાંધાણ વાડીમાં વિજળી પડતાં પરપ્રાંતિય ખેતમજુરનું મોત

Bhuj News - lightning overcrowded in the forest of sandhana 061011

DivyaBhaskar News Network

Jul 22, 2019, 06:10 AM IST
ફક્ત અેજ નકારાત્મક સમાચાર જે તમને જાણાવું જરૂરી છે

ક્રાઇમ રિપોર્ટર.નલિયા

પશ્ચિમ કચ્છના અનેક વિસ્તારમાં રવિવારે બપોરે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો ત્યારે અબડાસા તાલુકાના સાંધાણ ગામે અેક ખેતમજુર યુવકનું વિજળી પડતાં મોત નિપજતાં ભારે અરેરાટી ફેલાઇ ગઇ હતી. વિજપ્રપાતની અા ઘટના રવિવારે બપોરના 2 વાગ્યાના અરસામાં ઘટી હતી. મુળ પંચમહાલના હાલોલ તાલુકાના ચાવડા ગામનો વતની અેવો સંજય માલશી નાયક નામનો 20 વર્ષિય યુવક વરસતા વરસાદમાં સાંધાણ ગામની વાડીમાં પોતાના બનેવી સાથે કાચા મકાન પર પ્લાસ્ટીક ઢાંકી રહ્યો હતો ત્યારે અેકાઅેક જોરદાર કડાકા સાથે વિજળી તેના પર કાળ બનીને ત્રાટકી હતી. હતભાગી યુવક વિજળી પડવાના લીધે

...અનુસંધાન પાના નં. 9ઘટનાસ્થળેજ ભડથું થઇ ગયો હતો. સ્થાનિકેથી મળેલી વિગત અનુસાર હતભાગી યુવક 15 મહિના પહેલાંજ પોતાના બહેન-બનેવી સાથે અહી કામ કરવા માટે અાવ્યો હતો.વિજપ્રપાતથી મોતને ભેટેલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નલિયાના અારોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવાયો હતો. બનાવ અંગે કોઠારા પોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરાઇ હતી.

હતભાગી પંચમહાલનો વતની

X
Bhuj News - lightning overcrowded in the forest of sandhana 061011
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી