તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

RTOના નાગરીક સુવિધા કેન્દ્રમાં લાઇટનું કનેકશન જોડી દેવાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજની પ્રાદેશીક વાહન વ્યવહાર કચેરી મધ્યે પાછળના ભાગે નાગરીક સુવિધા કેન્દ્ર બનાવાયું છે, જેમાં લાઇટ-પંખાની સુવિધા મુકાઇ છે, જેનું કનેકશન કચેરીમાંથી લેવાયું હતું. જો કે થોડા સમયથી કનેકશન કાપી દેવાયું હતું જે અંગે તા. 17-4ના ‘દિવ્ય ભાસ્કર’માં અહેવાલ પ્રકાશિત કરાયો હતો. કેન્દ્રનું લાઇટ કનેકશન ગુરુવારે જોડી દઇ લાઇટ-પંખા ચાલુ કરી દેવાયા હતા.

આરટીઓની પાછળના ભાગે આવેલા નાગરીક સુવિધા કેન્દ્રમાં છેલ્લા થોડા સમયથી વિજળીનું કનેકશન આરટીઓ દીલીપ યાદવ દ્વારા કાપી દેવાયું હતું. જે અંગે દિવ્યભાસ્કરમાં અહેવાલ પ્રકાશિત થયા બાદ પ્રતિનિિધ મંડળના ઉમર સમા, દામજી આહીર અને હિમાન્શુ ગોર આરટીઓ દીલીપ યાદવ સાથે ચર્ચા કરી હતી.

આરટીઓ દીલીપ યાદવે જણાવ્યું હતું કે, કચેરીમાં આવતા અરજદારોની સુખાકારી માટે તંત્ર સદાય તત્પર જ છે, પણ નાગરીક સુવિધા કેન્દ્રમાં અમુક ધંધાદારીઓ લેપટોપ અને પ્રિન્ટર લઇ સરકારી વિજળીનો ઉપયોગ કરતા હોવાનું ધ્યાને આવતા લાઇટનું કનેકશન કાપી દેવાયું હતું. પ્રતિનિધિ મંડળે ત્યાં કોઇ ધંધાદારીને બેસવા નહીં દેવાય તેવો વિશ્વાસ વ્યકત કરતા આરટીઓ યાદવે હકારાત્મક અભિગમ દાખવી લાઇટનું કનેકશન જોડી દેવા વાયરમેનને બોલાવી લાઇટ-પંખા ચાલું કરી દીધા હતા.

લાઇસન્સ ટ્રેક,સેડ નજીક ઠંડુ પાણી ઉપલબ્ધ કરાશે
ઉનાળાની કાળઝાળ ગરમીમાં આરટીઓમાં લાઇસન્સ ટ્રેક અને કચેરીએ આવતા અરજદારો માટે પીવાના ઠંડા પાણીના કુલર મુકવામાં આવશે તેવું પ્રતિનિધિ મંડળના સભ્યોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...