તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશની સરહદનું રખોપું કરતા જવાનો અમને ઉની આંચ પણ નહિ આવવા દે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

પુલવામા હુમલો અને તે બાદ ભારતેે પીઓકેમાં કરેલી એરસ્ટ્રાઇક બાદ કચ્છના સરહદી ગામોમાં શાંતિમય છતાં ઉતેજનાસભર માહોલ જોવા મળી રહ્યો છે. દિવ્ય ભાસ્કરની ટીમે જયારે સરહદી ગામડાની વર્તમાન સ્થિતીનો ચિતાર મેળવ્યો તો એવી જ વિગત ઉભરીને સામે આવી કે દેશની સરહદનું રખોપું કરતા જવાનો અમને ઉની આંચ પણ નહિ આવવા દે અેવો પૂર્ણ વિશ્વાસ સ્થાનિક લોકો દેખાડી રહ્યા છે.

તેરામાં રહેતા ઇસ્માઇલ સાલેએ જણાવ્યું કે કચ્છ સરહદે શાંતિ છે પણ જો યુધ્ધ જેવો માહોલ સર્જાય તો આપણી સેના તેનો સામનો કરવા માટે સક્ષમ છે એવો અમને વિશ્વાસ છે. યુધ્ધનસી સ્થિતી સર્જાય તો અમને તેનો ડર નથી હા સચેતતા ચોકકસથી કેળવીએ છીએ.

નારાયણસરોવરના હાસમ ભડાલાએ કહ્યું કે સરહદી ગામોમાં સ્થિતી સામાન્ય હોવા છતાં જો કોઇ આપાતકાલિન સ્થિતી સર્જાય તો સૈન્ય દળની સાથે સતત મદદમાં તૈનાત રહેવા માટેની અમારી પુરતી તૈયારી છે. અમે સેન્ય દળોના સૃુચન અને સલાહ મુજબ તમામ કાર્ય કરતા રહેશું.

લખપતના ઓસમાણ નોતિયારે પણ આ જ વાતમાં સુર પુરાવતાં કહ્યું કે કચ્છની સરહદ અતી સંવેદનશીલ છે. 1965 અને 71ના યુધ્ધનું કચ્છ પણ સાક્ષી બન્યું હતું. કાશ્મીરમાં જેવો તંગ માહોલ છે એવી સ્થિતી કચ્છના સરહદી ગામોમાં જોવા મળતસી નથી. છતાં ચેતતો નર સદા સુખીની જે઼મ અમે જાત સતર્કતા વધારી દેવા સાથે ફોજી દળોને મદદ કરવા માટેની તત્પરતા દેખાડીએ છીએ. રણ સરહદે આવેલા દિનારાના ગની હાજી જુસબે કહ્યું કે 1965 અને 71ના યુધ્ધ સમયે આ વિસ્તારના લોકો ભારતિય સૈન્યને બનતી મદદ કરી હતી. આ વખતે પણ જો યુધ્ધ જેવો માહોલ ઉભો થાય તો સ્થાનિક ભોમિયાઓ સહિતે સ્થિતીને પહોંચી વળવા માટેની કવાયત શરૂ કરી દીધી છે. આ વિસ્તારમાં સૈન્ય જવાનોની હિલચાલ મંગળવાર સવારથી વધી જતાં કૌતુકે જોવા મળ્યું હતું. હાલમાં ભારત-પાિકસ્તાન વચ્ચે તંગ સ્થિતિ છે, ત્યારે ગામ હંમેશા તત્પર રહેશે તેવો વિશ્વાસ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો