તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોરીયા પાસે ગર્ભવતી પરિણીતાનું કુદરતી મૃત્યુ થયું કે પછી હત્યા ?

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોરીયા નજીક આવેલા એક નાનકડા ગામમાં 12થી 15 માસનો લગ્નગાળો અને 5 માસનો ગર્ભ ધરાવતી પરિણીત મહિલાનું મોત કુદરતી રીતે થયું કે પછી તેની હત્યા થઇ છે તેવી ચર્ચા ઉઠવા પામી છે. પરિવારજનોએ પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર જ દફનવિધી કરી દેતા અનેક સવાલો ખડા થયા છે તો પોલીસ પરિવારજનોના ઘરે તપાસ માટે પણ ગઇ હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.

તાજેતરમાં બનેલી એક ઘટના માં 12થી 15 માસનો લગ્નગાળો ધરાવતી 21 વર્ષીય પરિણીતાનું મોત થયું હતું અને બાદમાં તેનું પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર જ અંતિમવિધિ કરી દેવાઇ હતી. એ જ દિવસે બપોરે પોલીસ પરિવારજનોને ત્યાં ગઇ હોવાનું જાણવા મળેલ છે.આંતરીક સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, 21 વર્ષીય પરિણીત મહિલાનું મોત ચક્કર આવી જવાના કારણે થયેલ છે તેવું જાહેર કરાયું છે તો તેને ટુપો દઇ મારી દેવાયો હોય તેવા નિશાન પણ કાન પાસે દેખાયા હતા. પરિવારજનોએ પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર જ અંતિમવિધિ કરી દીધી હતી અને ધાર્મિકવિધી પણ થઇ ગઇ છે.

ચારિત્ર પર શંકા હોવાથી તેની હત્યા કરાઇ હોવાનું ચર્ચામાં
સમાજના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, પરિણિત ગર્ભવતી મહિલાની ચારિત્ર પર શંકા હોવાથી તેની હત્યા થઇ હોવાનું પણ માની શકાય છે અને કુદરતી મોતમાં ખપાવી દેવાયું હોવાનો કારસો મનાઇ રહ્યું છે. જો પોલીસ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવે તો બનાવ પરથી પડદો ઉચકાય તેમજ કડાકાભડાકા થાય તો તેમા નવાઇની વાત નથી.

અન્ય સમાચારો પણ છે...