તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દયાપર ગ્રામ પંચાયતમાં અનેક ધક્કા ખાધા પછીએ કામ થતાં નથી

દયાપર ગ્રામ પંચાયતમાં અનેક ધક્કા ખાધા પછીએ કામ થતાં નથી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખપતનાતાલુકા મથક દયાપરમાં ગ્રામ પંચાયતના મંત્રી તરીકે ફરજ બજાવતા કર્મચારીના કહેવાતા મનસ્વી અને ઉદ્ધતાઈભર્યા વલણ સામે ખફા થયેલા ગ્રામજનો તેની તાત્કાલિક બદલી માગી રહ્યા છે.

ગ્રામલોકોની ફરિયાદો અનુસાર ગ્રામ પંચાયત કચેરીમાં જન્મના દાખલા હોય કે રહેવાસી હોવાનું પ્રમાણપત્ર, અરજદારને ચાર પાંચ ધક્કા ખવડાવ્યા પછી તમને એક મહિના પછી દાખલો મળશે\\\' તેવો તોછડાઈભર્યો જવાબ અપાય છે. નાણાકીય વર્ષનો અંતિમ મહિનો શરૂ થઈ ગયો હોવાથી એકતરફ નગરપાલિકાઓ અને પંચાયતો વેરા વસૂલાતમાં કડક બની છે, ત્યારે બીજી બાજુ દયાપરના મંત્રી રાજેશ પટેલ વાર્ષિક કરવેરા ભરવા આવનારાને જૂની પહોંચ લાવો તો વેરો ભરાશે, તેવું કહી તેમને પરત મોકલી દે છે, જાણે ગ્રામ પંચાયતમાં માગણ રજિસ્ટર હોય તેવો તાલ સર્જાયો છે. ગ્રામજનોના આક્ષેપ પ્રમાણે કર્મચારીને દાખલો લખતાં પણ નથી આવડતો, ત્રણ-ચાર ધક્કા ખાધા પછી કામ થતું હોવાથી રોજબરોજ લોકોની મંત્રી સાથે જીભાજોડી થાય છે.

મામલે સરપંચ હેમલતાબેન ગોસ્વામીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતુ કે, તેમની પાસે હજુ સુધી કોઇ લેખિત ફરીયાદ આવી નથી પરંતુ મંત્રી દ્વારા અરજદારો સાથે મનસ્વી વલણ અપનાવાયું હોવાનું તેમના ધ્યાને આવ્યું છે. બીજી તરફ તા.વિ.અધિકારી એચ.બી.મકવાણાએ પણ કોઇ ગ્રામજનની ફરીયાદ આવી નથી તેવું જણાવીને ઉમેર્યું હતું કે પંચાયતમાં કોઇ કર્મચારી દ્વારા અરજદારો જોડે આવું વર્તન થયું હોય તો તે ચાલે નહીં.

બાબતે અવાર નવાર રજુઆતો કરવા છતાં કોઇ ચોક્કસ પગલાં લેવાતા ગ્રામજનો હવે આંદોલનના માર્ગે જવાનું વિચારી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...