તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજના ધ્વનિ સંગીત શિક્ષણ કેન્દ્રનું 100 ટકા પરિણામ

ભુજના ધ્વનિ સંગીત શિક્ષણ કેન્દ્રનું 100 ટકા પરિણામ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અખિલભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય મીરજ- મુંબઈ દ્વારા ગત નવેમ્બર-ડિસેમ્બરમાં ભુજના ધ્વનિ સંગીત શિક્ષણ કેન્દ્રમાં લેવાયેલી પરીક્ષાનું પરીણામ 100 ટકા આવ્યું હતું.

પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ મુજબ હતા. પ્રવેશિકા પ્રથમમાં ગાયનમાં પ્રથમ ઈપ્સીતા મુખર્જી અને જયરાજ ડાંગર, દ્વિતીય ક્રમે જાનકી કટ્ટા, મેહુલસિંહ ઝાલા અને ભદ્રાયુ ગઢવી રહ્યા હતા.

પ્રારંભીકમાં ગાયનમાં પ્રથમ મીરાં ભટ્ટ, દ્વિતીય ઈશિતા ગઢવી અને શીખા રાઠોડ, પ્રવેશિકા પૂર્ણમાં ગાયનમાં પ્રથમ બિનલ દ્વિતીય બિનલ સુથાર, જયમીન મહેતા, અવની રાવલ, ટ્વીંકલબા ઝાલા, દર્શન ગઢવી, કંવલજીત પ્રિતમસિંહ રહ્યા હતા.

મધ્યમા પ્રથમમાં ગાયનમાં પ્રથમ મીરાં માણેક, દ્વિતીય મીરાં ઠક્કર અને નરેન્દ્રસિંહ ઝાલા રહ્યા હતા. મધ્યમા પૂર્ણ ગાયનમાં પ્રથમ ઈષ્મા વોરા, હાર્મોનિયમ વાદનમાં દ્વિતીય રિતુ ગોર અને પ્રિત ધોળકિયા આવ્યા હતા. વિશારદ પ્રથમમાં ગાયનમાં ઉત્તીર્ણ ધરતી તુરી અને વિમલ પરમાર થયા હતા. વિશારદ દ્વિતીયમાં ગાયનમાં વિશેષ યોગ્યતામાં દેવાંશી ગઢવી રહી હતી. વિશારદ તૃતીય ફાઈનલમાં ગાયનમાં પ્રથમ શર્વિલ વોરા રહ્યા હતા.

આમ ગાયન, વાદન જેવા અલગ-અલગ વિષયોમાં કુલ 269 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, તેવું અતુલ ગોરની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...