તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ધારાસભ્યોના 105 કામ હિસાબી વર્ષના અંતમાં પણ શરૂ થયા નથી

ધારાસભ્યોના 105 કામ હિસાબી વર્ષના અંતમાં પણ શરૂ થયા નથી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છનાધારાસભ્યોને તેમના મત વિસ્તારમાં નાણાકીય વર્ષ અંતર્ગત જુદા-જુદા પ્રકારના વિકાસકામો કરાવવા માટે વાર્ષિક એક કરોડની ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા મળતી હોય છે. જેના અનુસંધાને આયોજન શાખા દ્વારા વિવિધ વિસ્તારની પાલિકા, પંચાયતો દ્વારા આવેલી પ્રકારની દરખાસ્તોને ગ્રાન્ટમાં લોકપ્રતિનિધિઓની સૂચના મુજબ ફાળવીને કામો પૂરા કરાતા હોય છે. નાણાકીય વર્ષ 2015-16નો અંતિમ માસ માર્ચ શરૂ થયો છે, ત્યારે કચ્છના છમાંથી ચાર ધારાસભ્યોના કામો પ્રગતિમાં આવ્યા હોવાના આંકડા સામે આવ્યા છે, પણ હજુ 105 કામો શરૂ થવાના બાકી હોવાનું પણ તથ્ય બહાર આવ્યું છે. 105 કામ વર્ષ 2013થી 2016 સુધીના નાણાકિય વર્ષના છે. જેમાં સૌથી વધુ 2014-15માં 6.03 કરોડની દરખાસ્તો કરવામાં આવી હતી. તો 2015-16 માટે જાન્યુઆરીની અંતિત સ્થિતિ મુજબ 4.02 કરોડની મંજૂરી આપવામાં આવી છે.

સત્તાવાર રીતે મળેલી માહિતી મુજબ દરેક કચ્છના ધારાસભ્યોને તેમના વિધાનસભાના શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં સીસીરોડ, પીવાના પાણીની વ્યવસ્થા, સ્ટેન્ડ પોસ્ટ, પેવર બ્લોક, પાળાની દીવાલ, સંરક્ષણ દીવાલ વગેરેના કામો માટે સરકારી ગ્રાન્ટ તેમજ લોકભાગીદારીથી રકમની ફાળવણી કરવાની હોય છે. દર વર્ષે દરેક વિધાનસભ્યને એક કરોડની રકમ આવા કામો માટે મળવા પાત્ર હોય છે. સરહદી કચ્છ જિલ્લાની વાત કરીઅે તો કુલ કરોડના કામો તેમાંથી થઇ શકે છે, જે ધારાસભ્યો દ્વારા સૂચવવામાં આવે છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષની સ્થિતિ છે કે સૌનો સાથ સૌનો વિકાસની વાતો કરતા અને અેક મંત્રી, એક સચિવ અને સહિત પાંચ ધારાસભ્યોના કેટલાક કામો શરૂ થવાના બાકી પડ્યા છે. ભાજપી સરકારની દુહાઇ સામે અબડાસાના કોંગ્રેસના ધારાસભ્યના 105 પૈકી 14 જેટલા વિકાસકામોની શરૂઆત કરી શકાઇ નથી.

105 કામ શા માટે શરૂ નથી કરી શકાયા તો 45 કામ અન્ડર પ્રોગ્રેસ છે, તે જાણવા જિલ્લા આયોજન અધિકારી ગૌરવ ઓઝાનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું હતું કે, વહીવટી મંજૂરી બાદ બાંધકામને લગતી સાઇટ મળવી અથવા સંબંધિત પંચાયત કે પાલિકા દ્વારા લોકભાગીદારીના કારણે સરકારમાંથી ગ્રાન્ટની રકમ આવવાના કારણે પણ વિલંબ થઇ રહ્યો છે.

વધુમાં, અમુક સ્થળે સર્વે વગેરેની કામગીરીમાં પણ કચેરીઓની મંદ ગતિ જવાબદાર બનતી હોય છે.

શરૂ થયેલા કામ

ચાલી રહેલા કામ

પૂરા થયેલા કામ

અપાયેલી ગ્રાન્ટ (લાંખમાં)

વહીવટી મંજૂરી

મંજૂર કામો

કામમની સંખ્યા

વર્ષ

ધારાસભ્યનું નામ-વિસ્તાર

છબીલભાઇ પટેલ-અબડાસા 2013-14 53 48 34 39.85 30 3 0

શક્તિસિંહગોહિલ 2014-15 66 66 66 100 38 17 11

2015-1654 51 28 40.84 7 7 14

તારાચંદછેડા-માંડવી 2013-14 47 43 25 49.42 25 0 0

2014-1550 50 50 100 43 4 0

2015-1680 80 69 91.37 19 12 38

ડો.નીમાબેન આચાર્ય-ભુજ 2013-14 51 49 53 50 48 0 5

2014-1580 79 83 100 41 1 39

2015-16104 98 19 31.27 1 0 18

વાસણભાઇઆહિર-અંજાર 2013-14 61 60 47 50 45 0 2

2014-1579 79 80 100 50 7 20

2015-1678 78 61 100 39 103 9

રમેશમહેશ્વરી-ગાંધીધામ 2013-14 58 48 30 47.35 26 0 2

2014-1560 56 56 100 34 16 6

2015-16112 110 45 100 23 12 10

વાઘજીભાઇપટેલ-રાપર 2013-14 39 39 33 34.03 30 3 0

પંકજભાઇમહેતા 2014-15 74 74 75 100 35 20 20

2015-16109 108 17 19.14 0 1 16

કુલ 2013-14309 287 222 270.65 204 6 9

2014-15409 404 410 600 241 65 96

2015-16 537 525 239 382.62 89 45 105

ભુજના ડો. નીમાબેન આચાર્યના સૌથી વધુ કામો અને રાપરના પંકજ મહેતાના તેમના પછીના ક્રમાંકે કામો પડતર છે. માહિતગારોના કહેવા મુજબ ડો.નીમાબેનના કામો લોકભાગીદારી સાથેના હોવાથી સરકારની ગ્રાન્ટની રાહ જોવી પડતી હોય છે. તો છેલ્લા કેટલાક સમયથી ભુજમાં નિયમિત મુખ્ય અધિકારી હોવાના કારણે પણ તેમણ સૂચવેલા કામોની વહીવટી પ્રક્રિયા આગળ વધતી નથી. સરવાળે લોકોને મળનારી સુવિધામાં અવરોધ ઉભો થઇ રહ્યો છે. બીજીબાજુ રાપર મત વિસ્તાર વિકાસશીલ તાલુકામાં સમાવાતો હોવાથી તે અંતર્ગત એક કરોડ ઉપરાંતના ત્રણ કરોડની રકમ પણ વિકાસાર્થે ફાળવવામાં આવે છે, ત્યાં પણ વિલંબનો પાર નથી. આના જાણવા મળેલા કારણમાં એમ છે કે, રાપર ખાતે એક અધિક મદદનીશ ઇજનેર હોવાના કારણે કુલ ચાર કરોડના પંકજભાઇએ સૂચવેલા કામો સુધી વહીવટી અને વ્યવહારિક રીતે પહોંચી વળાતું નથી.

બે તાલુકાને વધુ અસર |ભુજ અને રાપર મત વિસ્તારમાં વધુ વિલંબ

અન્ય સમાચારો પણ છે...