તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઉત્તર ભુજની વસતી ઉપરથી હાલ પૂરતું જળસંકટ ટળ્યું

ઉત્તર ભુજની વસતી ઉપરથી હાલ પૂરતું જળસંકટ ટળ્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |ભુજ સુધરાઈ અને પાણી પુરવઠા બોર્ડ વચ્ચે ગુરુવારે બેઠક યોજાઈ હતી. જેમાં 15 દિવસ સુધી ડાયરેક્ટ કનેક્શન બંધ કરવા સહમતી સધાઈ હતી. જેથી ઉત્તર ભુજની વસતી ઉપરથી હાલ પૂરતું જળસંકટ ટળ્યું છે. નગરપતિ અશોક હાથીએ જણાવ્યું હતું કે, ગુરુવારે પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ સાથે મીટિંગ થઈ હતી. જેમાં એરપોર્ટ રોડ પાસે બનેલા સમ્પમાં ટેસ્ટિંગ પ્રક્રિયા ચાલતી હોવાથી ડાયરેક્ટ કનેક્શન બંધ કરવા સમજાવાયું હતું, જેથી પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓએ હકારાત્મક વલણ અપનાવતા એરવાલ્વમાથી લીધેલા 5 ડાયરેક્ટ કનેકશન બંધ કરવા સહમત થયા હતા.અત્રે ઉલ્લેખનીય છે, પાણી પુરવઠા બોર્ડે 40 લાખ લિટરની ક્ષમતાવાળો સમ્પ બનાવીને ભુજ સુધરાઈને સોંપ્યો હતો, પરંતુ ટેસ્ટિંગ પ્રક્રિયા દરમિયાન મોટર પુરતા ફોર્સથી પાણી ખેંચી શકતી હોવાનું જણાયું હતું, જેથી ઉંચાણવાળા વિસ્તારમાં પાણી પહોંચ્યું નહોતું. બીજી બાજુ GWILએ ડાયરેક્ટ 5 કનેક્શનમાથી 2 કનેક્શન બંધ કરી દીધા હતા અને 3 બીજા બંધ કરવાના હતા.

અન્ય સમાચારો પણ છે...