• Gujarati News
  • National
  • કુદરતી પાણીને સાચવી રાખવા ટૂંકાગાળાનો વિચાર નહીં ચાલી

કુદરતી પાણીને સાચવી રાખવા ટૂંકાગાળાનો વિચાર નહીં ચાલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્રી ઉમાશંકર જોષીએ પર્યાવરણ વિશે સુંદર પંક્તિની રચના કરી છે. વિશાળતાએ વિસ્તરતો નથી એક માનવી, પશુ છે પંખી છે, પુષ્પો છે, વનસ્પતિઓ છે... આપણી સુંદર વસુંધરા ઉપર હવા, પાણી, જમીન, ગરમી અને અવકાશ એમ કુલ પાંચ મુખ્ય તત્વો છે. જેને શાસ્ત્રોમાં પંચમહાભૂત કહેવાય છે. સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ, પશુ-પંખીઓ, વિવિધ સ્વરૂપે ખનીજો એન પંચ આવરણનું એક સ્વરૂપ એટલે પર્યારવણ. વસુંધરાના જેટલા વિસ્તારોમાં સજીવો વસવાટ કરી રહ્યા છે જૈવ મંડળમાં આશરે 3,50,000 જાતિઓ અને 10,75,840 પ્રાણીઓની જાતિ વસે છે. પર્યાવરણ એટલે માનવની આસપાસની સજીવ-નિર્જીવ સૃષ્ટી ! સમગ્ર સૃષ્ટીમાં માનવ, જીવજંતુઓ, પ્રાણીઓ, પંખીઓ અને વનસ્પતિઓ નભે, વિહરે અને સૌ કોઇ પોત પોતાની રીતે પોતાનું જીવન સરળતાથી ચલાવી શકે એવી કુદરતી વ્યવસ્થા હતી ! કદાચ હજુ પણ છે, પરંતુ માનવ નામના સામાજિક પ્રાણીએ વસુંધરા ઉપરની બધી કુદરતી સંપતિને પોતાની માની તેનો વિજ્ઞાન અને ટેક્નોલોજીના સંદર્ભમાં ઉપયોગ કરી ઘણું બધું પોતાના જીવન માટે મેળવ્યું અને સાથે સાથે કુદરતી પર્યાવરણને વિનાશની સમીપે પહોંચાડી દીધું છે. આમ થવાના ઘણા કારણો છે જેમાંનું એક કારણ છે પાણીનો બેફામ ઉપયોગ ! પાણી કુદરતી છે જેને પ્રયોગશાળામાં બનાવી શકાતું નથી પણ ફક્ત કુદરતી પ્રયોગશાળામાં ઉત્પન્ન થાય છે. કુદરતી પ્રયોગશાળા તરફથી આપણને પુષ્કળ પાણી મળે છે પણ અફસોસ વાતનો છે કે, આપણે તેને યોગ્ય રીતે સાચવી શકતા નથી. કુદરતી પાણીને સાચવવાની તથા તેના કાર્યદક્ષ ઉપયોગ કરવાની ઘણી પદ્ધતિઓ છે પણ આપણે હંમેશા ટુંકાગાળાનો િવચાર કરીએ છીએ. કુદરતી પાણીને યોગ્ય રીતે સાચવી શકાય છે અને તેના લાંબાગાળાના વિચારનું મૂર્તિમંત ઉદાહરણ ભુજ શહેરનું હમીરસર તળાવ છે. ઓછા વરસાદમાં પણ તળાવ ઓગની જાય તેવી વ્યવસ્થા વર્ષો-વર્ષ પૂર્વે કરાઇ હતી પણ આપણે વ્યવસ્થાને ખોરંભે ચડાવી દીધી છે, આટલું પૂરતું હોય તેમ હમીરસરના પાણીને પણ આપણે પ્રદૂષણ દ્વારા અભડાવી રહ્યા છીએ. ગાંધીજીએ કહ્યું છે કે, જીવનમાં ભણતર કરતાં કેળવણીનું મહત્વ વધારે છે. પાણી પ્રત્યેની સભાનતા બાબતે કેળવણી માનવમાં આવશે ત્યારે જગતમાં કુદરતી પાણીની અછત ક્યારેય પણ નહીં હોય !



અન્ય સમાચારો પણ છે...