• Gujarati News
  • National
  • એક દિવસમાં ભારે તડકો, વાદળા, બફારો પછી વરસાદ

એક દિવસમાં ભારે તડકો, વાદળા, બફારો પછી વરસાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામમાંશનિવાર ભારે મિશ્ર વાતાવરણવાળો દિવસ રહ્યો. સવારથી સાફ લાગતા આકાશથી બપોર સુધી અંગારા આવવા મંડ્યા હતા, તો સાંજ પડતાં સુધી વાદળા છવાઈ બફારાનું સ્થાન લીધું હતું અને સાંજ પડતાં ઝાપટું પણ પડી ગયું હતું. જેના કારણે લોકો વાતાવરણના અવનવારૂપની આશ્ચર્ય સાથે મજા લેતા નજરે ચડ્યા હતા.

શનિવારે સમગ્ર રાજ્યમાં સૌથી મહત્તમ તાપમાન કંડલા એરપોર્ટ ખાતે 39.4 ડિગ્રી નોંધાયું હતું. પોર્ટ પર તાપમાન 38.8 ડિગ્રી રહ્યું હતું, તો ગાંધીધામ-આદિપુર સંકુલમાં મિશ્ર વાતાવરણના પગલે લોકો આશ્ચર્યમાં મુકાયા હતા. છેલ્લા ત્રણ-ચાર દિવસથી પંથકમાં ગરમીની માત્રા ખૂબ વધારે જોવા મળી રહી છે, ત્યારે હવામાન ખાતાની ધારણા અનુસાર હજી એક નાનો રાઉન્ડ મોનસુનનો બાકી છે, જેના કારણે પરિવર્તન આવી રહ્યું છે.

શનિવારે સવારથી ગરમી પોતાની અસર દેખાડી રહી છે, તો તાપમાન 39 ડિગ્રીએ પહોંચતાં રોડ શાંત થવા લાગ્યા હતા, પરંતુ ત્યારબાદ વાદળાઓએ સૂરજને પોતાની પાછળ સંતાડી દેતા સીધા તડકાથી શાંતિ મળ્યા છતાં બફારામાં તીવ્ર વધારો થયો હતો.

સ્થિતિ બે કલાક રહ્યા બાદ સાંજ થતાં ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જેના કારણે લોકો હળવાશના મૂડમાં નજરે ચડતા હતા. ભુજમાં પણ બપોરના સમયે ગરમીનો માહોલ સર્જાયો હતો જેથી લોકો અકળાયા હતા.

ગાંધીધામ તાલુકામાં રાજ્યમાં સૌથી વધુ તાપમાન નોંધાયું અને ઝાપટું પણ પડ્યું

અન્ય સમાચારો પણ છે...