તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કચ્છમાં દિવ્યાંગોને એક કરોડના ખર્ચે કૃત્રિમ અંગો પૂરા પડાશે

કચ્છમાં દિવ્યાંગોને એક કરોડના ખર્ચે કૃત્રિમ અંગો પૂરા પડાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી રૂપે માધાપરમાં સાંસદની પ્રેરણાથી પાંચ વિકલાંગોને કૃત્રિમ અંગોનું આરોપણ કરાયું હતું. પ્રસંગે આગામી સમયમાં કચ્છભરના દિવ્યાંગોને એક કરોડના ખર્ચે પ્રકારના અંગો આપવાની પૂર્વ રાજ્યમંત્રીએ જાહેરાત કરી હતી. માટે તેમની બન્ને સંસ્થા અને દાતાઓનો સહયોગ લેવાશે તેમ જણાવ્યું હતું. કૃત્રિમ અંગ મેળવનારા દિવ્યાંગોએ સ્કૂટર અને સાઇકલ ચલાવીને ઉજવણીનો આનંદ ઉઠાવ્યો હતો.

સ્વનિર્ભર બની શકે તે હેતુથી પાંચ દિવ્યાંગોને કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ પોતાની ગ્રાન્ટમાંથી ફાળવેલા પાંચ લાખ રૂપિયા અને સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ, લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ તથા દાતાઓના સહયોગથી જર્મન ટેક્નોલોજીથી નિર્મિત કૃત્રિમ હાથ પગનું આરોપણ કરાયું હતું. પ્રસંગે સાંસદે વડા પ્રધાના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવનની શુભેચ્છા આપવાના આશયથી વિકલાંગોની સેવાનું કામ કરાયું હોવાનું કહ્યું હતું.

સંસદીય સચિવ વાસણભાઇ આહિરના અધ્યક્ષ સ્થાને આયોજિત સમારોહમાં પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડાએ પોતાની બે સંસ્થા અને દાતાઓના

...અનુસંધાનપાના નં.6

સહયોગથીઆગામી સમયમાં એક કરોડના ખર્ચે વિકલાંગોને દિવ્ય અંગ આપવાની જાહેરાત કરી હતી. લક્ષ્મણ છાંગા, દીપેશ હિરાણી, પંકજ કાપડી, જયેન્દ્રસિંહ જાડેજા અને સોહિલ સોઢા અેમ પાંચ દિવ્યાંગોને કૃત્રિમ અંગ બેસાડાયા હતા. માટે મહેન્દ્ર લખમશી શાહ, જોરાવરસિંહ રાઠોડ અને ધર્મેન્દ્ર જેસર તરફથી પણ અેક-એક લાખનો આર્થિક સહયોગ સાંપડ્યો હતો.

જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યે પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું. પ્રસંગે વાત્સલ્ય ધામના અંધ બાળકોએ કેક કાપી હતી. તાલુકા પંચાયત પ્રમુખ કંકુબેન ચાવડા, નગરપતિ અશોક હાથી, ભાડાના ચેરમેન કિરીટ સોમપુરા, જીગર છેડા, અનિરૂધ્ધ દવે, હિતેશ ખંડોલ, કેશુભાઇ પારસિયા, હેમેન્દ્ર જણસારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન કિશોર મહેશ્વરીએ કર્યું હતું.

કૃત્રિમ અંગ પહેરાવાયા

પૂર્વ રાજ્યમંત્રીએ રકમ એકત્ર કરવા માટે આપી ખાતરી

માધાપરમાં સાંસદની પ્રેરણાથી દિવ્ય અંગોનું આરોપણ થયું

અન્ય સમાચારો પણ છે...