એરાઉન્ડ કચ્છ ભાવિનવોરા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હી સાધના જેવા વાક્યો બોલવા એકદમ સરળ છે પણ તેને વળગી રહેવું અઘરું છે. ચાર ચક્રીય વાહનમાં ભુજની જુદી જુદી સોસાયટીમાં જીન્સ, ટીશર્ટ કે ફોર્મલ કપડાં પહેરીને પસ્તી માગવા માટે નીકળવું કંઇ નાની સૂની વાત નથી. સેવા કરવા માટે કોઇને કોઇ રીતે ડાઉન ટુ અર્થ નો કે લેટ ગો કરવાનો સ્વભાવ કેળવવો પડે છે. પ્રકારની નૈતીક હિંમત કેળવીને ભુજમાં પસ્તી ગ્રૂપ દ્વારા સમાજ સેવાના અર્થે પાંચ વર્ષથી થઇ રહ્યું છે. માંડીને આગળ વાત કરીએ...

દેશના ગુજરાતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે રાજ્યભરમાં જાત ભાતના કાર્યક્રમો તેમના પક્ષ કે સમર્થકો દ્વારા કરવામાં આવ્યો. સમાજના નબળા અને જરૂરી લોકોને માનવીય ધોરણે આના કારણે સહાય પણ મળી અને લાભ પણ થયો. તો સુરતના લોકપ્રતિનિધિએ ગામ- શહેરમાંથી પસતિ એકત્ર કરીને સેવા કરવાનું બિડું ઝડપ્યું હતું. વાત અહીં અટકે એટલા માટે કે પસ્તીમાંથી સમાજ સેવા ભુજ માટે કે કચ્છ માટે જૂનો વિચાર છે. ભુજમાં પસ્તીમાંથી સમાજસેવા 2011થી કરવામાં અાવી રહી છે. સુરતમાં નિમિત્તમાત્ર વડાપ્રધાનનો જન્મદિવસ રહ્યો જે અેકાદ પ્રસંગ પૂરતો મર્યાદિત ગણાય. ભુજની વાત કરીએ તો પૂરને નિમિત્ત બનાવીને પસ્તીમાંથી રકમ ઉભી કરીને સરકારી પ્રાથમિક શાળાના બાળકોને અભ્યાસની સામગ્રી આપવાનું 2011થી ચાલી રહ્યું છે. અહીં તો માત્ર અલ્પ વિરામ છે. પસ્તીની નિયમિત આયમાંથી ચોપડા, નોટબૂક, પેન્સિલ, કંપાસ જેવા સાધનો પૂરતા મર્યાદિત નથી પણ તેમાંથી રક્તદાન કેમ્પ કે મતદાતા જાગૃતિ કેમ્પ પણ ચાલી રહ્યા છે અને સેવા કાર્ય આગળ વધારવાની નેમ છે.

શરૂઆતમાં લખ્યું તેમ સેવા હી સાધનાને વળગી રહેવું અઘરું છે. ભુજમાં રાઉન્ડ ટોપીવાળા તરીકે ઓળખ બનાવી ચૂકેલા મનિષ નિરંજનને 2011ના પૂરપ્રકોપ વખતે ઉમેદનગરમાં તેમના ફોટોગ્રાફર મિત્ર મનોજ ઠક્કરની પુત્રીના ચોપડા પલળી ગયા ત્યારે એમ થયું કે તો માત્ર એક દીકરીની નહીં પણ અન્ય દીકરીઓને પણ ભણવાની સમસ્યા ઉભી થઇ હશે. કેવી રીતે મદદ કરી શકાય ? તેમણે તેમના મિત્રોને વાત કરી કે જેઓ નાના મોટા વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને મહેનત સિવાય ફંડ ઉભું કરવું લગભગ અશક્ય હતું.

અચાનક પસ્તીદાનમાં એકઠી કરીને તેમાંથી જે આવક થાય તેમાંથી શૈક્ષણિક કીટ આપવાનો વિચાર ઉભો થયો અને ત્વરિત અમલમાં મૂકાયો. 2011માં મનિષ નિરંજન ઉપરાંત રોહિત પઢિયાર, હરેન્દ્ર ખત્રી, રમેશ પટેલ, પરાગ કપ્ટા, રફિક સોઢા અેમ મિત્રો શરૂઆત કરી ત્યારે તેમની પસ્તી એકત્ર કરવાની કાર કલાકોમાં નાની પડવા માંડી અની વારંવાર જથ્થો ખાલી કરવાની સ્થિતિ ઉભી થઇ. ઇનશોર્ટ લોકોએ પસ્તીદાનની વાત સ્વીકારી લીધી. આજે પણ પસ્તીદાન લેવાની પ્રવૃતિ ચાલુ છે. માત્ર પસ્તી દાતાઓ નહીં જે વેપારી પસ્તી ખરીદે છે પણ તેમાં અમુક કિલોની રકમ ઉમેરીને જૂથને સેવાકાર્યમાં આપે છે.

દર વર્ષે ઓછામાં ઓછા 1200 બાળકોને મદદ કરાઇ રહી છે અને તે પણ શાળાઅોમાં બાળકોની જરૂરિયાત મુજબ. ગ્રૂપની પ્રવૃતિ માત્ર પસ્તી સુધી સિમિત રહી નથી. રક્તદાન ક્ષેત્રે પણ એકસાથે 172 બોટલ રક્ત એકત્ર કરાઇ છે. તો શ્રદ્ધાંજિલિના 9 અને જન્મ દિવસ નિમિત્તે પણ 2 કેમ્પ થયા છે. થેલેસેમિયાવાળા બાળકો માટે પણ એક ચેઇન બનાવવાનું આગામી આયોજન છે. તો વિધાનસભાની ચૂંટણી વખતે યુવાનોમાં જાગૃતિ અાવે અને લોકશાહીના પર્વમાં જોડાય માટે જુદી જુદી કોલેજમાં જઇને ખાસ લેકચર લેવા સહિતની પ્રક્રિયા પાર પાડી છે. કચ્છનો સ્થાનિક ગોકુલા એવોર્ડ પણ ગ્રૂપને એનાયત કરાયો છે. મુદ્દો છે કે એક માત્ પસ્તીદાનના વિચાર માત્રથી ઉદભવેલું સામાન્ય વ્યવસાયકારોનું જૂથ યુથ માટે પ્રેરણારૂપ સાબિત થઇ શક્યું છે.

શિક્ષણ ફેર યોજવા પણ પસ્તી ગ્રૂપ કટિબદ્ધ

જેમફિલ્મ ફેર યોજાતો હોય છે જેમાં ડાન્સ, ગીત સહિતની રમઝટ વચ્ચે પુરસ્કાર એનાયત કરાતા હોય છે તેવો ભુજ શહેરનો શિક્ષણ ફેર યોજવાની નેમ છે. ગ્રૂપના મનિષ નિરંજનના કહેવા મુજબ સામાજિક સેવામાં પાંચ વર્ષ થયા છે ત્યારે કંઇક અલગ રીતે સેવાનું ફલક વિસ્તારવા સભ્યો કટિબદ્ધ બન્યા છે.

પસ્તી દાનમાં માગવા પણ નૈતિક હિંમત જોઇએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે સુરતમાં આયોજન વિચારાયું હતું જ્યારે ભુજમાં તો કાર્ય 2011થીચાલીરહ્યું છે

સેવા

અન્ય સમાચારો પણ છે...