તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માતૃછાયાના શિક્ષિકાનો પ્રોજેકટ રાષ્ટ્ર સ્તરે

માતૃછાયાના શિક્ષિકાનો પ્રોજેકટ રાષ્ટ્ર સ્તરે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલઇન્ડિયા રામાનુજ મેથ્સ ક્લબ દ્વારા છેલ્લા 2 વર્ષથી ગુજરાત રાજ્યના 5 શ્રેષ્ઠ શિક્ષકોને ગણિત વિષયના સંશોધનકાર્યો દ્વારા વિષય સરળતાથી ભણાવવા તેમજ વિવિધ પ્રવૃત્તિઓના આધારે રાજયના શ્રેષ્ઠ ગણિત શિક્ષક એવોર્ડ એનાયત કરવામાં આવે છે, જેમાં વર્ષ-2016નો એવોર્ડ ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયના શિક્ષિકા જાગૃતિબેન વકીલને એનાયત કરવામાં આવ્યો હતો.

એવોર્ડ ગણિત ગુરુ ડો. રાવ, વિજ્ઞાનગુરૂ ડો. રાવલ અને ઓલ ઇન્ડિયા રામાનુજ મેથ્સ ક્લબના રાષ્ટ્રીય કન્વીનર ડો. જોષીના હસ્તે પાંચવડા તાલુકા જસદણ ખાતેના કાર્યક્રમમાં એનાયત કરવામાં આવ્યો હતો.

13મો રાજ્ય ગણિત મહોત્સવ-2016માં માતૃછાયા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થી મોડલમાં ભાગ લીધો હતો અને શિક્ષક પેપર પ્રેઝન્ટેશનમાં જાગૃતિબેને ‘એક અનોખો ગણિત ખંડ’ સંશોધન કાર્ય રજૂ કર્યું હતું, જે પૈકી પઝલ વિભાગ અને પેપર પ્રેઝન્ટેશન વિભાગ રાજ્યકક્ષાએ અનુક્રમે તૃતીય અને દ્વિતીય નંબર મેળવી રાષ્ટ્રીયકક્ષાએ રજૂઆત માટે પસંદગી પામ્યા છે, જે માટે શાળાના ટ્રસ્ટીઓ અને શાળા પરીવારે શુભેચ્છા પાઠવી હતી.

જાગૃતિ વકીલ

અન્ય સમાચારો પણ છે...