તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કચ્છમાં 90 જાતના 15735 જળચર પક્ષી નોંધાયા

કચ્છમાં 90 જાતના 15735 જળચર પક્ષી નોંધાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છમાંવન વર્તુળ ઉપરાંત એશિયન વેટલેન્ડ બ્યૂરો દ્વારા આયોજિત પેલીકન નેચર ક્લબના સહકારથી જળચર પક્ષી ગણતરી 2016 સંપન્ન થઇ હતી. જેમાં જિલ્લાના 25 જળાશયોમાં વસવાટ કરતા 50 જાતના યાયાવર અને 40 જાતના સ્થાનિક મળી કુલ 15735 પક્ષીઓ નોંધાયા હતા.

પક્ષી ગણતરી માટે 2016નું વર્ષ કચ્છ વન વર્તુળ માટે સીમાચિહન રહ્યું હતું. કેમ કે, 15 અને 16મી જાન્યુઆરી દરમિયાન કન્ઝર્વેશન રિઝર્વ છારીઢંઢમાં 15 જેટલા પક્ષી નિષ્ણાતોની સહાયથી વૈજ્ઞાનિક ઢબે જળચર પક્ષીઓની વસતીનો અંદાજ મેળવવામાં આવ્યો હતો. સિવાય પક્ષી નિરીક્ષણ ક્ષેત્રે કાર્યરત બન્ને સંસ્થાઓએ પણ 9મીથી 29મી જાન્યુઆરી સુધી યોગદાન આપ્યું હતું. જેના 10 જેટલા નિષ્ણાતોએ ભુજના હમીરસર, ઢોંસા તળાવ, દેવીસર તળાવ, રૂદ્રમાતા ડેમ, અંજારનું ભીમાસર ચકાસર તળાવ, શિણાય અને ટપ્પર ડેમ સાથે રાજાશાહીના વખતનું શિકારગાહ લેતાતું નિંગાળ તળાવમાં વૈજ્ઞાનિક ઢબે ગણતરી આદરી હતી. એવું નવીનભાઇ બાપટની યાદીમાં જણાવાયું હતું. ગણતરીમાં સુબોધ હાથી, મહમદહુસેન ખત્રી, ભીષ્મ ભટ્ટી, મહેન્દ્ર ટાંક, અવની મંગે, દરવડીયા વગેરે જોડાયા હતા.

છેલ્લા બે વર્ષ કરતાં સંખ્યા વધી

ભૂતકાળમાં 2009ની સાલમાં 17500, 2011માં 23767, 2012માં 4200, 2014માં 14000, 2015માં 11762 અને ચાલુ સાલે 15735 જળચર પક્ષીઓ નોંધાયા છે. જે ગત વર્ષ કરતા વધુ છે. જોકે, 2012માં વરસાદ સારો થયો હોવાથી પક્ષીઓ પાસે જળાશયોના વિકલ્પો પુષ્કળ હતા. જેથી અલગ અસંખ્ય જળાશયોમાં વહેંચાઇ ગયા હોઇ કચ્છમાં ઓછી સંખ્યામાં નોંધાયા હતા.

રૂકમાવતી નાળમાં 4232 અને ટોપણસરમાં 1738 ધ્યાનાકર્ષક સંખ્યા

માંડવીનાદરિયા કિનારે રૂકમાવતી નાળમાં 4232 અને ટોપણસરમાં 1738 પક્ષીઓની ધ્યાનાકર્ષક સંખ્યા નોંધાઇ હતી. જેમાં અગાઉ દેખાયા હોય એટલી મોટી સંખ્યામાં સીગલ નામના દરિયાઇ ધોમડા પક્ષીઓ નજરે પડતા હતા. જેમને જીવદયા પ્રેમીઓ ગાઠીયા પીરસતા હતા. જે આરોગવા તેઓ ઉમટી પડતા હતા. જે 15 દિવસ બાદ પોતાના મૂળ વતન ચાલ્યા ગયા હોવાથી નજરે નહોતા ચડ્યા. માંડવીનો દરિયા કિનારો ખાલી લાગતો હતો!

બીજાપક્ષીઓ પણ નોંધપાત્ર સંખ્યામાં હતા

બીજાપક્ષીઓમાં કાજીયા, બગતડાની સંખ્યા નોંધપાત્ર હતી. નીલશીર નામના શિયાળુ બતકની અલભ્ય જાત હમીરસરમાં જણાઇ હતી. ઉપરાંત રૂદ્રમાતા ડેમ પાસે આવેલા દેવીસર તળાવમાં લાલ ચાંચવાળા બતક કારચિયાની હાજરી પણ નોંધાઇ હતી.

એશિયન વેટલેન્ડ બ્યૂરો દ્વારા આયોજિત જળચર પક્ષી ગણતરી 2016 સંપન્ન

અન્ય સમાચારો પણ છે...