તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માંડવી ખાતે જૈન ધર્મ પરિષદમાં વિવિધ પ્રશ્નોની ગહન ચર્ચા કરાઇ

માંડવી ખાતે જૈન ધર્મ પરિષદમાં વિવિધ પ્રશ્નોની ગહન ચર્ચા કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીખાતે જૈન સંપ્રદાયના પાંચેય ગચ્છને સાંકળતી ધર્મ પરિષદનું વિદ્વાન સંત ભાસ્કરમુનિજી મ.સા.ની નિશ્રામાં આયોજન કરાયું હતું.

જૈન સમાજના અગ્રણીઓ પૂર્વ ધારાસભ્ય જયકુમાર સંઘવી, માંડવી ચેમ્બરના અને તેરાપંથના પ્રમુખ વાડીલાલ દોશી, કેળવણીકાર દિનેશ શાહ, મનુભાઇ ભુલાણીએ જૈન સંપ્રદાયના લોગો(પ્રતિક), ધ્વજ અને બાલદીક્ષા જેવા વિષયે સવાલો ઉઠાવ્યા હતા.

મ.સા. પરિષદને સંબોધતાં જણાવ્યું કે, 1975માં જૈનોના અધિવેશનમાં તત્કાલિન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ તીર્થંકર મહાવીર સ્વામીની 2500મી નિર્વાણતિથિ માટે કેન્દ્ર સરકાર વતી રૂપિયા 50 લાખ ફાળવ્યા હતા.

વિનોબા ભાવેએ જૈન ધર્મના વડાઓને સૂચન કર્યું હતું કે, જે રીતે અન્ય તમામ ધર્મના લોગો અને ધ્વજ છે તે રીતે જૈન સંપ્રદાયની ઓળખ માટે પણ પ્રતીક અને ધ્વજ હોવાં જોઇએ. સૂચનને સૌએ વધાવી લીધું હતું. ત્યારબાદ ધર્મધજામાં લાલ, પીળો, સફેદ, લીલો અને કાળો એમ પંચશીલના પ્રતિક રંગો તેમજ લોગો તરીકે વિશ્વદર્શન ચૌદ રાજલોકનો પસંદ કરાયો.

બાળદીક્ષા અંગે તેમણે જણાવ્યું કે, દીક્ષાર્થીની સહમતીની સાથે-સાથે પરિવારની અનુમતિ તેમજ સંતોના આશીર્વાદથી દીક્ષા થાય છે. વિશ્વ પ્રસિદ્ધ વિભૂતિઓ અજરામરજી સ્વામી અને હેમચંદ્રસૂરિશ્વરજી મ.સા.એ બાળવયે દીક્ષા અંગીકાર કરી હતી. બાળદીક્ષા અંગેનો ઐતિહાસિક કેસ જ્યારે મુંબઇની વડી અદાલતમાં ચાલ્યો ત્યારે રામચંદ્રસૂરિશ્વરજી મ.સા.એ જાતે હાજર થઇને સચોટ દલીલો કરીને સમાજની તરફેણમાં ચૂકાદો મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...