તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગુજરાત પાવરને સુઝલોન દ્વારા 71.40 મેગાવોટ વીજળી અપાશે

ગુજરાત પાવરને સુઝલોન દ્વારા 71.40 મેગાવોટ વીજળી અપાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પવનઉર્જા ક્ષેત્રે વિશ્વમાં નોંધપાત્ર પ્રદાન આપી રહેલી સુઝલોન કંપની પાસેથી ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની દ્વારા 71.40 મેગાવોટ વીજળી ખરીદવામાં અાવશે. ખપતને પહોંચી વળવા સુઝલોન દ્વારા વર્ષ 17ના એપ્રિલ માસ સુધી કચ્છમાં હાઇબ્રિડ ટાવરના 29 યુનિટ અને વિન્ડ ટર્બાઇનના પાંચ જનરેટર યુનિટ ઉભા કરાશે.

જાહેર સાહસની કંપની તરફથી મળેલા ઓર્ડરને પહોંચી વળવા ત્રણ તબક્કામાં પ્રકલ્પ હાથ ધરાશે જે વર્ષ 17ના એપ્રિલ માસમાં પૂર્ણ કરાશે. પવન ઉર્જા આધારિત વીજ ઉત્પાદન માટે અલગ અલગ સ્થળે 120 મીટરની જંગી ઉંચાઇની 29 જેટલી પવન ચક્કી ઉભી કરાશે જે દરેકની ક્ષમતા 2.1 મેગાવોટની હશે. તમામ યુનિટની મદદથી ઓર્ડર મુજબની 71.40 મેગાવોટ વીજળી અપાશે. ગત માર્ચના એક વર્ષમાં ગુજરાતમાં 3645 મેગાવોટ પવન ઉર્જા આધારિત વીજળીનું ઉત્પાદન થયું હતું જે પૈકી 1742 મેગાવોટ પાવર સુઝલોને આપ્યો હતો. છેલ્લા બે દાયકાથી રિન્યૂએબલ એનર્જીમાં મોખરાનું સ્થાન ધરાવતી સુઝલોન દ્વારા કચ્છમાં એશિયાનો મોટામાં મોટો વિન્ડ પાર્ક બનાવાઇ રહ્યો છે જે આગામી માર્ચના અંત ભાગમાં કાર્યરત થયેથી એક ગિગાવોટ વીજળી ઉત્પન્ન કરશે. ઓસ્ટ્રેલિયા, યુરોપ, આફ્રિકા, અમેરિકા સહિતના 19 જેટલા દેશમાં કંપની દ્વારા રિન્યૂએબલ એનર્જીના એકમો કાર્યરત કરાયાં છે તેવું યાદીમાં જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...