તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગેટકોના એમડી આવ્યા પણ મકાન ખાલી કરવા મુદ્દે ચર્ચા કરી

ગેટકોના એમડી આવ્યા પણ મકાન ખાલી કરવા મુદ્દે ચર્ચા કરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારની વીજ વર્તુળ કચેરીના મકાનનું કોકડું ગુંચવાયેલું રહ્યું

અંજારમાંમંજૂર થયેલી પૂર્વ કચ્છની વીજ વર્તુળ કચેરીના મકાનમાં કાર્યરત ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન (ગેટકો) દ્વારા કબજો સોંપાતો હોવાથી પીજીવીસીએલની નવી સર્કલ ઓફિસ શરૂ કરવામાં અડચણો ઉભી થઇ રહી છે, તેવામાં ખુદ ગેટકોના મેનેજિંગ ડિરેક્ટરે તાજેતરમાં અંજારની લીધેલી મુલાકાત દરમિયાન બાબતે કોઇ ચર્ચા કે સુચના આપતાં કોકડું ગુંચવાયેલું રહ્યું છે.

સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર નેગી સપ્તાહના ઉઘડતા દિવસે અંજાર આવતાં પીજીવીસીએલની કચેરીનો કબજો સોંપાવાની દિશામાં ચક્રો ગતિમાન થશે તેવી અટકળો થઇ રહી હતી. એમડીના કચ્છ પ્રવાસ બાબતે ગેટકોના કચ્છના વડા એચ.પી. ચૌહાણનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું હતું કે, માર્ચ માસ નજીક આવતો હોવાથી કચ્છમાં થઇ રહેલાં કન્સ્ટ્રક્શન કામોની વિગતો એમડીએ મેળવી હતી.

મેનેજિંગ ડિરેક્ટરે મકાન ખાલી કરવા અંગે કોઇ સુચના આપી કે કેમ તેવું પૂછતાં તેમણે અંગે કોઇ ચર્ચા થઇ હોવાનું કહ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, અંજારમાં ગેટકોની માલિકીનું મકાન હોવા છતાં પીજીવીસીએલની કચેરી ખાલી નથી કરાતી, તેવો આક્ષેપ કચ્છના વીજ વડા પી. આર. વ્યાસે અગાઉ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...