• Gujarati News
  • ભુજનું હૃદય છલકાયું : હમીરસરને સાદાઇથી વધાવાયું

ભુજનું હૃદય છલકાયું : હમીરસરને સાદાઇથી વધાવાયું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજનાહૃદયસમા હમીરસર તળાવમાં સોમવાર રાતથી પાણીની આવ શરૂ થતાં મંગળવારે સવારે છલકાઇ ગયું હતું. એકધારા વરસાદને કારણે હમીરસરમાં અવિરત ત્રણે બાજુથી આવ શરૂ થઇ હતી. પરંપરા મુજબ સવારે 11 વાગ્યે નગરઅધ્યક્ષા હેમલતાબેન ગોર, ભુજ મત વિસ્તારના ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય તથા અગ્રણીઓની હાજરીમાં સાદગીથી વધાવ્યું હતું. પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામનું નિધન થવાથી રાષ્ટ્રીય શોક જાહેર થતાં સુધરાઇ દ્વારા તળાવ વધાવવાની માત્ર પરંપરા નિભાવવામાં આવી હતી.

સમગ્ર કચ્છમાં સમચરાસર વરસાદ થતાં ઠેર-ઠેર જળાશયો છલકાયા હતા. જિલ્લા મથક ભુજનું મુખ્ય તળાવ તેમજ શહેરની ઓળખ એવું હમીરસર તળાવ માત્ર 24 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદને કારણે ઓગની ગયું હતું. મંગળવારે વહેલી સવારે હમીરસરને કારણે છલકાતાં કચ્છથી મુંબઇ અને વિદેશમાં શુભ સમાચાર સોશિયલ મીડિયા દ્વારા વહેતા થયા હતા. લોકોના ટોળેટોળાં હમીરસરની જળરાશિ તથા પાટવાડી ગેટ બાજુ આવેલા ઓગન જોવા ઉમટી પડ્યા હતા. સાતમ-આઠમનો મેળો હોય તેમ માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. નગરપલિકાએ વર્ષોની પરંપરા મુજબ તળાવ વધાવ્યું હતું. નગરઅધ્યક્ષા હેમલતાબેન

...અનુસંધાનપાના નં. 6

ગોરેતેમના કાર્યકાળ દરમિયાન બીજીવાર તળાવ વધાવ્યું હતું. સાદગીથી સંપન્ન થયેલા કાર્યક્રમમાં અધ્યક્ષા ઉપરાંત ભુજના ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય, શાસક પક્ષના નેતા બાપાલાલ જાડેજા, ઉપપ્રમુખ પરાક્રમસિંહ જાડેજા, જયંત ઠક્કર વગેરે નગરસેવક અને અગ્રણીઓ હાજર રહ્યા હતા.

ભુજના સંસ્કારનગર, અંકુર સોસાયટી, મહાલક્ષ્મી સોસાયટી, સત્યમ સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે, બપોરે જોરદાર વરસાદના પગલે કેટલાક નીચાણવાળા વિસ્તારના ઘરોમાં 2થી 3 ફૂટ જેટલા પાણી ભરાયા હોવાનું સંસ્કારનગરના અગ્રણી મનોજ સોનીએ જણાવ્યું હતું. તો કેટલીક જગ્યાએ ઝાડ ધરાશાયી થઇ ગયા છે. નગરપાલિકા કે અન્ય તંત્ર કોઇ કાર્યવાહી માટે પહોચ્યું હોવાનું સ્થાનિક રહેવાસીઓ જણાવ્યું હતું.

લાઇટ ગત રાત્રે બંધ થયા બાદ હજુ સુધી વિદ્યુત પુરવઠો ચાલુ થઇ શક્યો નથી. જીઇબીના અધિકારી સુવેરાનો ફોન પર સંપર્ક કરતાં સંસ્કરનગર, કૈલાસનગર સહિતના વિસ્તારોમાં આવતી કાલે બપોર સુધી માંડ ચાલુ થાય તેમ છે. અંદાજિત 30 જેટલા થાંભલા ધરાશાયી થઇ ગયા છે, તો અનેક જગ્યાએ વીજ વાયરો પણ પડી ગયા હોઇ કર્મચારીઓ સતત કામગીરી કરી રહ્યા છે, તેમ છતાં આજે બપોર સુધી વીજ પુરવઠો ચાલુ થાય તેમ જણાવ્યું હતું.

હમીરસરની પાવડી પર તળાવને પરંપરાગત વધાવતા નગરઅધ્યક્ષા હેમલતાબેન ગોર સાથે ધારાસભ્ય નીમાબેન આચાર્ય અને નગરસેવકો તથા અગ્રણીઓ. બાજુમાં હમીરસરના કાંઠે મેળા જેવો માહોલ નજરે પડે છે. અંતિમ દૃશ્ય ઓગન જોવા ઉમટેલા શહેરીજનોનો છે. } ભાસ્કર

રાજાશાહીના સમયથી તળાવ વધાવાય છે

ભુજનુંહમીરસર તળાવ રાજાશાહીના સમયમાં મહારાઓના હસ્તે ઓગન બાદ વધાવવામાં આવતું. એવી માન્યતા મનાય છે કે, નવું નીર આવે ત્યારે કોઇ અનિચ્છનીય બનાવ બને તેમજ આભમાંથી વરસતો મેઘ શાંત પડે. પ્રથમ નાગરિક દ્વારા નાળિયેર સોનાના દાગીનાની પોટલી બનાવી તળાવમાં શાસ્ત્રોક્તવિધિ કરી પધરાવવામાં આવે છે.

કયા વર્ષમાં કોણે હમીરસર વધાવ્યું