• Gujarati News
  • National
  • આવતી બધી ટ્રેનો પણ અમદાવાદ રોકી દેવાઇ

આવતી બધી ટ્રેનો પણ અમદાવાદ રોકી દેવાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આવતી બધી ટ્રેનો પણ અમદાવાદ રોકી દેવાઇ

ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર. ભુજ

અતિભારેવરસાદે કચ્છના ટ્રેન વ્યવહારને બૂરી રીતે પ્રભાવિત કર્યો છે. રેલવેના સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ભુજથી મુંબઇ જતી કચ્છ એક્સપ્રેસ અને સયાજી નગરી ઉપરાંત ભુજ-શાલીમાર એક્સપ્રેસ મંગળવારે ઉપડી હતી. પૂનાથી ભુજની ટ્રેન મંગળવારે આવી હતી, એટલે બુધવારે ભુજથી ઉડપશે નહીં. સોમવારે પણ ટ્રેન વ્યવહારને અસર થઇ હતી. ગઇરાતે ભુજથી રવાના થયેલી દાદર ટ્રેન સામખિયાળીથી પરત આવી હતી.

રીતે મુંબઇથી મંગળવારે ઉપડેલી ભુજની ટ્રેનોને સામખિયાળી પાસે ટ્રેક ધોવાઇ જતાં અમદાવાદ સ્ટેશને રોકી દેવાઇ હતી. રસ્તામાં પણ અમદાવાદ, વડોદરા તથા અન્યત્ર ભારે વરસાદ તથા પાવર સપ્લાય જેવી સમસ્યા નડી હોવાનું જાણવા મળે છે.

સ્થિતીમાં મુંબઇ તથા અન્ય તરફથી કચ્છ આવતા સેંકડો મુસાફરો અધવચ્ચે અટવાઇ પડ્યા હતા. રીતે કચ્છથી બહાર જવા ઇચ્છતા પ્રવાસીઓ પણ રઝળી પડ્યા હતા. ખાસ કરીને જેને તાકીદના કામ હતા તેઓ માટે ટ્રેન સિવાયના િવકલ્પો પણ મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...