• Gujarati News
  • જિલ્લાના સંદેશા વ્યવહારને લકવો લાગતાં હાલાકી

જિલ્લાના સંદેશા વ્યવહારને લકવો લાગતાં હાલાકી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાના સંદેશા વ્યવહારને લકવો લાગતાં હાલાકી

ઇન્ફ્રાસ્ટ્રક્ચરરિપોર્ટર. ભુજ

અતિભારેવરસાદે કચ્છને માત્ર વાહન વ્યવહાર નહીં, સંદેશા વ્યવહારને પણ ખોરંભે ચડાવી દીધી હતી.

સરકાર હસ્તકનું બીએસએનએલ હોય કે ખાનગી મોબાઇલ કંપનીઓ વોડાફોન, આઇડિયા, રિલાયન્સ હોય, તમામની સેવા સવારથી મોડી સાંજ સુધી મહદઅંશે બંધ રહી હતી. મોબાઇલ અને લેન્ડલાઇન ફોન તથા ઇન્ટરનેટ વગેરે બંધ રહેતાં, સરકારી અને ખાનગી ઓફિસના કામકાજ અને બેંકિંગ જેવી જાહેર સેવાઓ ખોરવાયેલી રહી હતી. સંચાર નિગમના કેબલ સામખિયાળી પાસે કપાયા હતા, તો જિલ્લા આખામાં વીજપુરવઠો મહદઅંશે બંધ રહ્યો હતો. ઉપરાંત, ભુજ, ગાંધીધામ સહિતના સ્થળે ઝંઝાવાતી પવન સાથે વરસાદ પડ્યો હતો, આવા કારણોસર સંદેશા વ્યવહારના સાધનો (ટાવર વગેરે) પડી ગયા હતા, કે ક્ષતિગ્રસ્ત થયા હતા, જ્યાં ચાલુ હતા ત્યાં વીજળી હતી, સરવાળે કચ્છ આખાની ફોન-ઇન્ટરનેટ સેવા ખોરવાઇ હતી.