• Gujarati News
  • National
  • કચ્છની ગ્રામીણ સંસ્કૃતિને ઉજાગર કરતા મોટા યક્ષના મેળાનો પ્રારંભ

કચ્છની ગ્રામીણ સંસ્કૃતિને ઉજાગર કરતા મોટા યક્ષના મેળાનો પ્રારંભ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છનામીની તરણેતર સમા કકડભીટ્ટના મોટા યક્ષ ખાતે યોજાતા ચાર દિવસીય ભાતીગળ લોકમેળાનો આરંભ થયો છે. સાંસદ વિનોદ ચાવડા અને અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે રિબીન કાપીને લોકમેળાને ખુલ્લો મુકતાં જણાવ્યું કે, ગુજરાતના તરણેતર પછીનો સૌથી મોટો કહેવાતો મેળો સંસ્કૃતિ અને સામાજીક સમરસતાને ઉજાગર કરવાની સાથે-સાથે જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરે છે. સાંસદે પોતાની ગ્રાન્ટમાંથી યક્ષમાં ગૌશાળા માટે 3 લાખની ગ્રાન્ટની અને અબડાસાના ધારાસભ્યે મંદિરના પટાંગણ માટે પેવર બ્લોક અને બાઉન્ડ્રીની જાહેરાત કરી હતી.

મેળામાં વિવિધ ખાણીપીણી, કટલેરી, મોતનો કુવો, ટોટા ટોરા, બ્રેક ડાન્સ, રેજર જુલા જેવી અનેક વિવિધતાઓથી ભરપૂર મનોરંજનના સાધનો સાથેના 700થી વધુ નાના મોટા સ્ટોલ ઉભા કરાયા છે.

મેળાની સુચારુ કાયદો-વ્યવસ્થા જાળવવા માટે નખત્રાણાના એએસપી હિમકરસિંઘના નેતૃત્વ હેઠળ 380 જેટલા જવાનો ઉપરાંત ખાનગી ડ્રેસમાં સજ્જ મહિલા પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. ભીડવાળા વિસ્તારોમાં ...અનુસંધાનપાના નં. 6

મોટાંટાવરો ઉભા કરાયાં છે તો 15થી વધુ જગ્યાએ સીસીટીવી કેમેરા ગોઠવાયા છે.

વિસ્તારમાં સારો વરસાદ પડી જવાને લીધે પહેલા દિવસથી ભીડ જોવા મળી રહી છે. હોમ-હવન સાથે રાત્રે સંતવાણી યોજાઇ હતી. બીજા દિવસે રામાપીરના આખ્યાન સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન છે.

પ્રસંગે યક્ષ મંદિરના પુજારી રતન ભોવા, કચ્છ ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ, જિ.પં. પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, શૈલેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, શીવજીભાઇ સંઘાર, ભુજ પાલીકાના વિરોધપક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, ભરત સોમજીયાણી, રાજુભા જાડેજા, જયસુખ પટેલ, રાજેશ પલણ, મુળજી ગોરાણી, મમુભાઇ આહિર, લાલજી રામાણી, કેશરબેન મહેશ્વરી, રણજીતસિંહ જાડેજા, ચંદનસિંહ રાઠોડ, દિલીપ નરસીંગાણી, વસંત વાઘેલા, રવિ નાગોરી, માવજી મહેશ્વરી, નયનાબેન પટેલ, કાનજી કાપડી, મહેશ સોની, ધર્મેન્દ્રગિરિ ગોસ્વામી, વિશનજી પાંચાણી, તલાટી ઠાકોરભાઇ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

સરપંચ અને મેળા સમિતિના પ્રમુખ ધનજી મહેશ્વરી, ઉપસરપંચ અને ઉપપ્રમુખ મહીપતસિંહ જાડેજા, ધીરજલાલ પટેલ, રઘુભા જાડેજા સહિતના કાર્યકરો આયોજન સંભાળી રહ્યા છે.

380થી વધુ પોલીસ જવાનો ખડેપગે : 700થી વધુ સ્ટોલ ઉભા કરાયા

કચ્છના મીની તરણેતર ગણાતા મોટા યક્ષના મેળાનું રાત્રી દરમિયાન ઝડપાયેલું વિહંગમ દૃશ્ય. તસવીર: ભરત જોશી

અન્ય સમાચારો પણ છે...