સંસ્થા સમાચાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેડીઆરસીના હોદ્દેદારોની નિમણૂક કરાઇ

ગાંધીધામ: કચ્છડિસ્ટ્રીક્ટ (રૂરલ) ક્રિકેટ એસોસિયેશનના 2016થી 2019ના વર્ષ માટે નવા હોદ્દેદારોની તાજેતરમાં સામાન્ય સભામાં વરણી કરવામાં આવી છે. રાજુભાઇ મોટવાણીએ પ્રેસીડેન્ટ માટે શેખર અયાચીનું નામની દરખાસ્ત રજૂ કરી હતી. જ્યારે અન્ય હોદ્દેદારોમાં વાઇસ પ્રેસીડેન્ટ અનીલ સિંધવ, એન.ડી. જાડેજા, સેક્રેટરી શરદ શેટ્ટી, જોઇન્ટ સેક્રેટરી મુકેશ લખવાણી, ખજાનચી રામકરણ તિવારી અને જોઇન્ટ ખજાનચી મદન છતાણીની વરણી કરવામાં આવી છે.

માંડવીમાંએન્જિ. અને આર્કિટેક્ટ એસો.ની રચના કરાઇ

ભુજ: માંડવીખાતે સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટસના એસોસિયેશનની રચના કરવામાં આવી હતી. મીટિંગમાં આગામી બે વર્ષ માટે સર્વાનુમતે વરણી કરવામાં આવેલી હતી. પ્રમુખ શંકર ઠક્કર, ઉપપ્રમુખ મનોજ મકદાની, ઉપપ્રમુખ દિપક સોની, મંત્રી રાજેશ દોશી, સહમંત્રી મિત્તલ સંઘવી, ખજાનચી દીપક ફુફલની નિમણૂક કરાઇ હતી.

ખજાનચી

પ્રમુખ

મંત્રી

ખજાનચી

સહમંત્રી

પ્રમુખ

મંત્રી

અન્ય સમાચારો પણ છે...