• Gujarati News
  • National
  • આશાપુરા મંદિરમાં ત્રીજું ભવ્ય દ્વાર ખુલ્લું મુકાયું : 60 લાખના દાન સાથે વિકાસના દરવાજા ખુલ્યા

આશાપુરા મંદિરમાં ત્રીજું ભવ્ય દ્વાર ખુલ્લું મુકાયું : 60 લાખના દાન સાથે વિકાસના દરવાજા ખુલ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનાઆશાપુરા મંદિરે શરદપૂનમની પૂર્વ સંધ્યાએ પરંપરા મુજબ સંકલ્પ પૂજન, તૃતિય ભવ્ય પ્રવેશ દ્વારનું લોકાર્પણ તેમજ દાતાઓના સન્માનનો કાર્યક્રમ રવિવારે સવારે ઉજવાયો હતો, જેમાં માજી મહારાવ પ્રાગમલજી મહારાવ ત્રીજાએ આશાપુરા મંદિરના વિકાસ માટે 10 લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો, કુલ્લ 60 લાખનું દાન જાહેર થયું હતું.

પ્રથમ પંદર યુગલો દ્વારા માતાજીનું પૂજન અને આરતી કરવામાં આવ્યા બાદ પ્રાગમલજી ત્રીજા તેમજ મહારાણી પ્રિતિદેવી, દેવપર (યક્ષ)ના ઠાકોર કૃતાર્થસિંહ તેમના પરિવાર સહિત તેમજ બાઇસાહેબ ભારતીબાએ માતાજીને માથુ ટેકવી તૃતિય પ્રવેશ દ્વાર ખુલ્લુ મુક્યું હતું. ત્યારે બહોળી સંખ્યામાં માતાજીના ભક્તો, દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તૃતિય પ્રવેશદ્વાર ‘પ્રાગમલજી દ્વાર’ તરીકે નામકરણ કરી મા આશાપુરાને અર્પણ કરવામાં આવ્યું હતું.

સ્ટેજ ઉપર બીરાજમાન સર્વે મહેમાનો તેમજ દરેક દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રસંગે ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય, જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઇ પટેલ, મુંબઇથી આવેલા રવિભાઇ સંઘવી, જોરાવરસિંહજી રાઠોડ વિ. ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા આશાપુરા મંદિર ટ્રસ્ટના સભ્યો જર્નાદન દવે, રજનીકાંતભાઇ જોશી, શશીકાંતભાઇ રૂપારેલ, કૃતાર્થસિંહ જાડેજા, આશરભાઇ, મેઘનાનીભાઇ, નરૂભાઇ તેમજ આરતીગ્રૂપના કાર્યકરોએ જહેમત કરી હતી.

ભુજ આશાપુરા મંદિરે તૃતિય ભવ્ય પ્રવેશ દ્વાર ‘પ્રાગમલજી દ્વાર’નું લોકાર્પણ પ્રસંગે મહારાણી પ્રિતી દેવી, મંદિરના ટ્રસ્ટીગણ અને મંદિરના પૂજારી જર્નાદન દવે હાજર રહ્યા હતા. તસવીર: મયૂર ચૌહાણ

રાજ પરિવારે આપ્યો ચેક : સંકલ્પ પુજા-આરતીમાં માઇભક્તોમાં ઉમટયા

માતાજીના જય જય કાર વચ્ચે પ્રવેશદ્વારનું ઉદ્દઘાટન

અન્ય સમાચારો પણ છે...