• Gujarati News
  • ભુજમાં કિશોરે ગળે ફાંસો ખાધો

ભુજમાં કિશોરે ગળે ફાંસો ખાધો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાં કિશોરે ગળે ફાંસો ખાધો

ક્રાઇમરિપોર્ટર. ભુજ

ભુજનારેલવે સ્ટેશન નજીકના શિવનગરમાં રહેતા કિશોરે મંગળવારે બપોરના અરસામાં પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લેતાં ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. ભુજ રેલવે સ્ટેશન નજીક આવેલી જૂની પોલીસ લાઇન પાસે ધબકેશ્વર મંદિર નજીક શિવનગરમાં રહેતા ચેતન જીવાભાઇ કોલી (15)એ મંગળવારે બપોરે ઘરે કોઇ અગમ્ય કારણોસર લાકડાંની આડમાં ગાળિયો બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મૃતકને પીએમ કાર્યવાહી માટે ભુજની જી.કે. હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. કિશારે કયાં કારણોસર આવું પગલું ભર્યું છે, તે જાણવા પોલીસે કવાયત હાથ ધરી હતી.