• Gujarati News
  • જખૌમાં મેડિકલ તથા બ્લડ ડોનેશન કેમ્પનો 334 દર્દીએ લાભ લીધો

જખૌમાં મેડિકલ તથા બ્લડ ડોનેશન કેમ્પનો 334 દર્દીએ લાભ લીધો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જખૌપોલીસ સ્ટેશન દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત મેડિકલ કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. ભુજ જી.કે. જનરલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમ દ્વારા નિદાન કરાયું હતું. દેરાસરમાં યોજાયેલા કેમ્પનો 334 દર્દીએ લાભ લીધો હતો, જ્યારે જખૌ ગામના 85 યુવાને બ્લડ ડોનેટ કર્યું હતું. કેમ્પમાં જખૌ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાઓના દર્દીઓએ લાભ લીધો હતો. જખૌ પોલીસ સ્ટેશનના પીએસઆઇ નરેન્દ્રસિંહ એમ.જાડેજા, એ.એસ.આઇ કિરીટસિંહ, કેશરીસિંહ, યુ.એચ.ઝાલા, બુધિયાભાઇ સંઘાર તેમજ જખૌ પોલીસ સ્ટાફના તમામ જવાનોએ જહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવ્યો હતો.

રક્તદાન કેમ્પને ખુલ્લી મૂકતી બાળા નજરે પડે છે.