અપમૃત્યુના બનાવમાં 2 મહિલા સહિત યુવકનું મોત
ભુજનાવરલીની વાડીમાં શુક્રવારે રાત્રે યુવકે ઝેરી દવા પી લઇ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું, તો નખત્રાણાના મોટા અંગિયામાં રહેતી મહિલાએ અગમ્ય કારણોસર પોતાના ઘરે ડીડીટી પી જતાં તેનું મોત નીપજ્યું હતું, જ્યારે નલિયાના મફતનગરમાં રહેતી સગીરા પોતાના ઘર પાસે ટાંકામાં પડી જવાથી તેને મોત આંબી ગયું હતું. ભુજ તાલુકાના વરલી ગામમાં રહેતા ગોવાભાઇ મહેશ્વરી માનસિક અસરના કારણે ગામ નજીક આવેલી દેવરાજ અરજણ ચાવડાની વાડીમાં શુક્રવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ જઇ બિયારણમાં છાંટવાની ઝેરી દવા પી લઇ મોતને વ્હાલું કર્યું હતું. વાડીના માલિકને ખબર પડતાં તેણે ફોન કરી પૂજા બીજલ ચાવડાને જાણ કરી હતી. નખત્રાણાના મોટા અંગિયામાં રહેતી લક્ષ્મીબેન હિતેશભાલ જોગી પોતાના ઘરે શુક્રવારે સાંજે કોઇ અગમ્ય કારણોસર ડીડીટી પી લીધી હતી.