તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • લાકડિયા પાસે ટેન્કર અડફેટે બે શ્રમજીવી યુવાનોને ઇજા

લાકડિયા પાસે ટેન્કર અડફેટે બે શ્રમજીવી યુવાનોને ઇજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાકડીયા-માખેલહાઇવે પર પીડબ્લ્યુડી દ્વારા બાવળોની ઝાડી કાપવાનું કામ કરી રહેલા મજુરોને પેટ્રોલ પમ્પ પાસે અજાણ્યા ટેન્કરે પુરપાટ આવી ટક્કર મારતાં બાબુ રામા મકવાણા (ઉ.વ.20) તથા કેશા અમરી સોલંકી (ઉ.વ.25)ને ગંભીર ઇજા પહોંચી હતી. ઘાયલોને પ્રથમ સારવાર લાકડીયા સરકારી દવાખાનામાં અપાયા બાદ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. બે ગરીબ ઘાયલ મજુરોને ઇમરજન્સી વોર્ડમાં બપોરના ભાગમાં સ્ટાફનો અભાવ હોવાથી કલાકો સુધી મુશ્કેલી પડી હતી, એકને માથામાં ઇજા થતાં સોનોગ્રાફી-એક્સરે કે સિટીસ્કેન માટે કોઇ ટેક્નિશિયન હાજર હોતાં ખાનગી હોસ્પિટલમાં જવાનું કહેવામાં આવ્યું હતું. સ્થિતિ જોવા મળી હતી. આવા વર્તનથી ઘાયલો નિરાશ થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...