- Gujarati News
- ભુજની આંગડિયા લૂંટ કેસના 10મા આરોપીને જામીન માટે રજૂ કરાયો
ભુજની આંગડિયા લૂંટ કેસના 10મા આરોપીને જામીન માટે રજૂ કરાયો
ભુજમાંબહુચર્ચિત આંગડિયા પેઢીના લૂંટ કેસમાં 9 આરોપી પકડાયા બાદ શુક્રવારે બહુચરાજી પોલીસ દ્વારા 10મા અને ગુનાના મુખ્ય સૂત્રધાર ગણાતા આરોપીને પકડી લીધો હતો, જેને ભુજ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે કબજો લઇ ભુજ લઇ આવ્યા હતા, જેની વિધિવત ધરપકડ કરી રિમાન્ડ માટેની કાર્યવાહી શનિવારે કરવામાં આવી હતી.
ગત 24 ડિસેમ્બરે અમદાવાદથી ભુજ આવેલા એચ. પ્રવીણકુમાર એન્ડ સન્સના કર્મચારીનો પીછો કરી ભુજની વીડી હાઇસ્કૂલ પાસે સવારે 4:45ના સમયે રિવોલ્વરની અણીએ અપહરણ કરી લૂંટ ચલાવી હતી. બહુચર્ચિત કેસમાં નાસતા-ફરતા 10મા અને મુખ્ય આરોપી કનુ ભરવાડને બહુચરાજીથી કબજો લઇ આવ્યા બાદ એલસીબીએ કાયદેસર ધરપકડ બતાવી શનિવારે વધુ રિમાન્ડ માટેની કાર્યવાહી હાથ ધરી હતી.