તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજમાં રૂચિ મુજબ ધ્યેય નિશ્ચિત કરવા સાથે કારકિર્દી સપ્તાહ શરૂ

ભુજમાં રૂચિ મુજબ ધ્યેય નિશ્ચિત કરવા સાથે કારકિર્દી સપ્તાહ શરૂ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજસ્થિત જિલ્લા શિક્ષણાધિકારી તેમજ માહિતી અને રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે તા. 12થી 17 સપ્ટેમ્બર દરમિયાન જિલ્લાની 380 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કારકિર્દી આયોજન સપ્તાહની ઉજવણી કરવામાં આવશે.

અંતર્ગત ભુજની જૈનાચાર્ય અજરામરજી હાઇસ્કૂલ ખાતે સોમવારે જિલ્લા શિક્ષણાધિકારી ડો.મધુકાંત આચાર્યના અધ્યક્ષસ્થાને ઉદઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યૂથ ડેવલોપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના પ્રમુખ રસનિધિભાઇ અંતાણીએ વિદ્યાર્થીઓને કારકિર્દી માટે આંધળું અનુકરણ નહીં કરતાં પોતાના રસ, રૂચિ અને વલણો આધારે ધ્યેય નિશ્ચિત કરવા સૂચન કર્યું હતું. અધ્યક્ષસ્થાનેથી બોલતાં ડો. આચાર્યે કારકિર્દી આયોજન સપ્તાહના આયોજનની ઉપયોગિતા સમજાવી હતી અને ઉપસ્થિત આચાર્યો, કેરીયર કોર્નરના ઇન્ચાર્જ શિક્ષકો તથા વિદ્યાર્થીઓને પ્રક્રિયાથી અવગત થઇ ઉજ્જવળ ભવિષ્ય માટે કાર્યાન્વિત થવા શુભેચ્છા પાઠવી હતી. ડો. મિહિર વોરાએ આઇ.ટી.આઇ.થી લઇ આઇ.આઇ.ટી. સુધીની વિશાળ શ્રેણી આવરી લઇ વિવિધ યુનિવર્સિટીઓના ઉલ્લેખ સાથે ઉપલબ્ધ અભ્યાસક્રમો અને વર્તમાન તથા ભવિષ્યના વિવિધ ક્ષેત્રોમાં રહેલી તકો વિશે માર્ગદર્શન આપ્યું હતું. પર્સનાલિટી ડેવલોપમેન્ટના પ્રમુખ નિરવ ગઢાઇએ સફળતા અને જોબ સેટિસ્ફેક્શન વચ્ચેનું અંતર સ્પષ્ટ કરી સૌને તાણમુક્ત કર્યા હતા. જિલ્લા રોજગાર અધિકારી એન.એમ. પટેલે રોજગાર કચેરીના નામ નોંધણીની જરૂરિયાત સમજાવી તાજેતરમાં યોજાનારા આર્મી અને એરફોર્સના ભરતી મેળા અંગે માર્ગદર્શન આપ્યું હતું. પ્રસંગે શાળા વિકાસ સંકુલના અધ્યક્ષ ડો. ઉર્મિલ હાથી, કન્વીનર જયંત પાઠક, તબીબી કોચ ડો. સુરેશ તન્ના, આચાર્યો, શિક્ષકો તથા બહોળી સંખ્યામાં છાત્રો હાજર રહ્યા હતા.

જિલ્લાની 380 માધ્ય. શાળામાં યોજાશે કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...