• Gujarati News
  • National
  • ભુજમાં આખરે છેક અમન નગર પાસેથી મગર પકડાયો

ભુજમાં આખરે છેક અમન-નગર પાસેથી મગર પકડાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનાહૃદયસમા હમીરસર તળાવમાં મગર દેખાયા બાદ નગરપાલિકા અને વનતંત્રે મગરને પકડવા વ્યાયામ આદર્યો હતો, પરંતુ છેલ્લા ત્રણ માસથી હાથ તાળી આપતો ફરતો હતો. છેવટે ગુરુવારે રાત્રે છેક કોડકી રોડ પાસે પાણીની પાઇપલાઇન નાખવા ખોદેલા ખાડામાંથી પકડી પાડવામાં આવ્યો હતો.

નગરપતિ અશોકભાઇ હાથીએ જણાવ્યું હતું કે, સંજોગનગર પાસે અમનગર ચોકડી પાસે રાત્રે 10:30 વાગ્યે પાણી અને ગટર લાઇન નાખવા ખોદેલા ખાડામાં 5 ફૂટ લાંબો મગર દેખાયો હતો, જેથી 100-150 લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું.

જેમણે ભાજપના હાજી ગફુર અને રજાક પટ્ટણીને કોલ કરી બોલાવ્યા હતા, જેથી તરત મેં ડીએફઓ પરમારભાઇને કોલ કરી જાણ કરી હતી. જેના પગલે ફોરેસ્ટ ખાતાની ટીમ પહોંચી આવી હતી. જેમણે અડધા પોણા કલાકની જહેમત બાદ પાંજરે પૂર્યો હતો.

શહેેરના સંજોગનગર વિસ્તારમાં ગેસ કંપનીએ લાઇન પાથરવા ખોદેલા ખાડામાં પાણી જોઇ છેક તળાવમાંથી સરકી આવેલો પાંચ ફૂટ લાંબો મગર વન વિભાગે મગર પકડ્યો તે વેળાનું દૃશ્ય તસવીરમાં નજરે પડે છે.

હમીરસરમાંથી માર્ગ પર આવેલો મગર

અન્ય સમાચારો પણ છે...