• Gujarati News
  • National
  • ઠંડક પ્રસરતાં ભુજમાં સ્વાઇન ફ્લુનો પોઝિટિવ કેસ નોંધાયો

ઠંડક પ્રસરતાં ભુજમાં સ્વાઇન ફ્લુનો પોઝિટિવ કેસ નોંધાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છમાંશિયાળામાં 50 જિંદગી ભરખનારા સ્વાઇન ફ્લુનો એક પોઝિટિવ કેસ ભુજમાં બહાર આવતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો હતો. વરસાદના કારણે ઠંડકની ઓથમાં રોગચાળો વકરે તે પૂર્વે તંત્ર દ્વારા પગલાં ભરાય તેવી માંગ શહેરીજનોમાં ઉઠી હતી. ભુજના 51 વર્ષના પુરુષને આરોગના લક્ષણો દેખાતાં જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ આવેલા રિપોર્ટમાં રોગ હોવાનું બહાર આવ્યું છે. રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. અરૂણ કુર્મીનો સંપર્ક સાધતાં તેમણે વાતને સમર્થન આપી અરોગ્ય તંત્રે તકેદારીના પગલાં લેવાનું શરૂ કર્યું હોવાનું ઉમેર્યું હતું. ઠંડા માહોલમાં એચવન-એનવન વાઇરસ ફેલાતા હોવાથી શક્ય હોય ત્યાં સુધી ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...