- Gujarati News
- ભુજના યુવાનનું નલિયા વાયોર રોડ પર ટ્રકની અડફેટે મોત થયું
ભુજના યુવાનનું નલિયા-વાયોર રોડ પર ટ્રકની અડફેટે મોત થયું
અબડાસાતાલુકાના નલિયા-વાયોર રોડ વચ્ચે રામપર ગામ નજીક હાઇવે પર ગત 7 જુલાઇના અજાણી ટ્રક અડફેટે અકસ્માતમાં ઘવાયેલા યુવાનને પગમાં ગંભીર ઇજા થઇ હતી, જેની ભુજની હોસ્પિટલમાં સારવાર ચાલુ હતી, જેણે બુધવારે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધો હતો. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ હતી.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ભુજના ગણેશનગરમાં રહેતા વિરમ સામંત રબારી (ઉ.વ.45) 7 જુલાઇના મોડી રાત્રે નલિયા વાયોર હાઇવે પર રામપર નજીક પગે જઇ રહ્યો હતો.
ત્યારે અજાણી ટ્રકે અડફેટમાં લેતાં તેનો જમણો પગ ટ્રક નીચે આવી જતાં તે રોડમાં ગંભીર હાલતમાં બેભાન થઇ ગયો હતો. તેની ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર ચાલુ હતી. યુવાનની સારવાર દરમિયાન તેનું બુધવારે મોત નીપજ્યું હતું.