• Gujarati News
  • National
  • સરકાર કચ્છના વરસાદગ્રસ્તો માટે વિશેષ પેકેજ આપે

સરકાર કચ્છના વરસાદગ્રસ્તો માટે વિશેષ પેકેજ આપે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલમાંથયેલા ભારે વરસાદના પગલે ખેડૂતો, વેપારીઓ, પશુપાલકો તથા શહેરીજનોએ નુકસાન ભોગવ્યું છે ત્યારે રાજ્ય સરકારે વરસાદના અસરગ્રસ્તો માટે સહાય પેકેજ જાહેર કરવું જોઇએ તેવી માગણી કચ્છ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. ગુરુવારે કચ્છ કોંગ્રેસના પ્રમુખ તથા અન્ય હોદ્દેદારો અને કાર્યકારોએ બન્ની વિસ્તારની મુલાકાત લીધી હતી. અગાઉ કચ્છ કલેકટરને મળીને પણ રજૂઆતો કરી હતી.

કોંગ્રસ અધ્યક્ષ નરેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, વરસાદના કારણે નુકસાન વેઠવું પડ્યું છે. અસરગ્રસ્ત બનેલા લોકોની મદદ માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ પેકેજ જાહેર કરવું જોઇએ. પુર્વ પ્રમુખ નવલસિંહ જાડેજા, પીઢ આગેવાન આદમ ચાકી, મહામંત્રીઓ આમિર અલી લોઢિયા, દેવરાજ મ્યાત્રા, લઘુમતિ સેલના રફીક મારા, રસીદ સમા સહિતના હોદ્દેદારો અને કાર્યકારોએ બન્નીના પાણીથી પ્રભાવિત ગામો અને વાંઢની મુલાકાત લીધી હતી.

મહેશ્વરીના કહેવા મુજબ, 60 ટકા વિસ્તારમાં વીજ પુરવઠો કપાઇ ગયો છે જે બે પૂર્વવત થઇ શક્યો નથી. તો હજારોની સંખ્યામાં પશુધનના મોતથી માલધારી વર્ગને નુકસાન થયું છે. મૃતદેહોનો સમયસર નિકાલ થાય તો રોગચાળાની શક્યતા છે. રસ્તાઓ પણ તૂટી ગયા હોવાથી વાહન વ્યવહાર પણ શક્ય બનતો નથી. પુલોને પણ ભારે નુકસાન થયું છે. તેથી આવા રસ્તાઓની સુધારણાનો સર્વે થવો જોઇએ.ખેડૂતો પર અમુક વિસ્તારોમાં આભ ફાટવા જેવી હાલતનો સામનો કરવો પડી રહ્યો છે. ફળદ્રૂપ જમીનનમાં કાંપ અને ખાતર તણાઇ ગયા છે. તેના સર્વેની વ્યવસ્થા કરીને યુદ્ધના ધોરણે સહાય આપવી જોઇએ.

શહેરોમાં પ્રીમોન્સુનની કામગીરી નિષ્ફળ

કચ્છ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી દેવરાજ મ્યાત્રાની યાદીમાં જણાવ્યા મુજબ વરસાદના કારણે વેપારીઓને પણ નુકસાન થયું છે. નગરપાલિકાની પ્રિમોન્સુનની કામગીરી નિષ્ફળ જવાના લીધે ધંધાર્થીઓને નુકસાન થયું છે. પાણી નિકાલના અભાવે ઘરમાં તેમજ દુકાનોમાં ઘરવખરી અને માલ ખરાબ થયાં છે. ઉપરાંત ગટરના ઢાંકણા ઉપરાંત ગંદા પાણી ફરી વળતાં લોકોને મુસિબતમાં મુકાવું પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...