• Gujarati News
  • National
  • થરાદ પાસે કચ્છ આવતું ગેસ ભરેલું ટેન્કર પલટતાં અફરાતફરી

થરાદ પાસે કચ્છ આવતું ગેસ ભરેલું ટેન્કર પલટતાં અફરાતફરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદચાર રસ્તા પાસે કંડલા તરફ જઈ રહેલું ગેસ ભરેલું ટેન્કર નંબર એન એલ 01 એલ 4862 ટેન્કર પલ્ટી ખાતા દોડધામ દોડધામ મચી ગઇ હતી.પલટી ગયેલા ટેન્કર માંથી ગેસ લીકેજ થવાની વાત થી ભય નો માહોલ સર્જાયો હતો

સોમવારે રાત્રે કંડલા તરફ જઈ રહેલા ગેસ ભરેલા ટેન્કર ને અકસ્માત નડ્યો હતો.ચાર રસ્તા પાસે ઓવર ટેક કરવાની લાય મા ટ્રક નંબર જી જે 12 બી ટી 5525 ના ચાલકે ટેન્કર ની ઓવરટેક કરવા જતાં બન્ને વચ્ચે અકસ્માત સર્જાતા ગેસ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતા ભય નો માહોલ સર્જાયો હતો.ગેસ લીક થવા ની વાત થી થરાદ ચાર રસ્તા પાસે અફડા તફડી મચી ગઇ હતી જોકે ગંભીર ઘટના ને લઇ થરાદ ડી વાય એસ પી અને પી બેસ આઈ સહિત નો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...